તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક જ તેલમા ફરી ફરસાણ નહીં તળવાના કાયદાનો વિરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગુજરાત સરકાર દ્વારા એક જ તેલમાં બીજીવાર ફરસાણ તળવા સામે પ્રતિબંધનો ફરસાણના ઉત્પાદકો દ્વારા વ્યાપક વિરોધ કરવામાં આવ્યો છે. ગાંધીનગર તાલુકા ફરસાણ, મીઠાઇ ઉત્પાદ્ક મંડળ દ્વારા આ બાબતે કલેક્ટરને આવેદન અપાયું હતું.

ગાંધીનગર તાલુકા ફરસાણ, મીઠાઇ ઉત્પાદક મંડળનું કલેક્ટરને આવેદન
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફ ઇન્ડિયાના ધોરણ પ્રમાણે 25 ટીપીએસ (ટોટલ પોલર કમ્પાઉડ)થી વધાર માત્રાનું તેલ હોય તો તેમાં તળેલા ખોરાક ખાવાથી કેન્સર થઇ શકે છે. આ સંજોગોમાં સરકારે એક જ તેલમાં બીજીવાર ફરસાણ નહીં તળવા કાયદો કર્યો છે.

મંડળના પ્રમુખ કૌષિકભાઇ સુખડિયાએ જણાવ્યું કે રાજ્યમાં 40 હજાર જેટલા ઉત્પાદ્કો છે અને 5 લાખથી વધુ લોકોને આ ઉદ્યોગમાં રોજગારી મળે છે. આ કાયદાનો અમલ થશે તો બેરોજગારી વધશે. ઘરમાં ગૃહિણીઓ એક જ તેલમાં ભજીયા અને ફરસાણના અનેક ઘાણ કાઢે છે. આ વર્ષોની પરંપરા દરમિયાન તેના કારણે કેન્સર થયાના દાખલા બન્યા નથી. કાયદો કરાયો છે. પરંતુ તેમાં 25 ટીપીએસથી વધુ માત્રાના તેલથી કેન્સર થતું હોવાનું ક્યાય પ્રસ્થાપિત થતું નથી. સરકારે એક તેલમાં બીજી વાર ફરસાણ નહીં તળવા કાયદો કર્યો છે.તેનો વિરોધ થયો છે.

50 ટીપીએસનું ધોરણ રાખવું હિતાવહ રહેશે
આ કાયદાનો અમલ થવાથી રાષ્ટ્રીય સંપતિ સમાન ખાદ્યતેલનો વ્યાપક માત્રામાં વેડફાટ થવાની સાથે ઉપયોગ વધવાથી તેની કિંમતો આસમાને પહોચતા આમ આદમી માટે દોહ્યલું બની જશે. ત્યારે કાયદામાં ફેરફાર કરીને 25 ટીપીએસના બદલે 50 ટીપીએસનું ધોરણ રાખવું હિતાવહ રહેશે.

અન્ય સમાચારો પણ છે...