તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરસોડિયામાં કમળાનાં કેસો 17 થયા: લાઇનમાં લીકેજ મળ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ તાલુકાનાં આરસોડીયા ગામે બે દિવસ પૂર્વે કમળાનાં એક બાદ એક કેસો સામે આવવા લાગતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. જિલ્લા મેલેરીયા અધિકારી ડો યોગીતા તુલસીયન પણ આરસોડિયા દોડી ગયા હતા.

મંગળવાર સાંજ સુધીમાં કુલ 12 કેસો સામે આવતા સારવાર શરૂ કરી દેવાઈ હતી. ઘરેઘરે જઇને તપાસ પણ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે બુધવાર સુધીમાં 5 કેસો વધવા સાથે કુલ કમળાનાં દર્દીઓની સંખ્યા 17 પર પહોચી છે. પ્રાથમિક તબક્કે પાણીપુરી ખાધાની અસર થઇ હોવાનું સામે આવ્યુ હતુ. જેની સાથે સાથે લીકેજ શોધવાની કામગીરી તથા ક્લોરીનેશનની તપાસ પણ શરૂ કરાઈ હતી.

કમળાથી પ્રભાવીત પટેલવાસ વિસ્તારને જોડતી પાણીની લાઇનમાં લીકેજ મળ્યું હતુ. જેનું રીપેરીંગ કરીને પાણીનાં સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. દર્દીઓનાં બ્લડ તથા સ્ટૂલનાં પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. જયારે હવે સ્થિતી કાબુમાં હોવાનો અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

આરસોડીયા ગામમાં કમળાના રોગના 17 કેસો મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...