તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ઘરથાળના પ્લોટની ફાળવણીમાં એકને ગોળ અને બીજાને ખોળ : CM કાર્યાલયમાંથી ખો

ઘરથાળના પ્લોટની ફાળવણીમાં એકને ગોળ અને બીજાને ખોળ : CM કાર્યાલયમાંથી ખો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર સ્થિત મુળ સાબરકાંઠા જિલ્લાના વતનીને તેના વતનના ગામમાં ઘરથાળનો પ્લોટ ફાળવવામાં આવ્યો નથી. એકને ગોળ અને બીજાને ખોળની નીતિ સાર્થક કરતા આ કિસ્સામાં સ્થાનિક તંત્ર દ્વારા કેટલાક વ્યક્તિઓને પ્લોટની જાણે લ્હાણી કરી છે અને કેટલાક પરિવારને સંપૂર્ણ બાકાત રાખીને મતના રાજકારણને પોષવાનો પ્રયાસ કર્યો છે.

આ મુદ્દે વર્ષ 2014માં મુખ્યમંત્રીના સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ કરવામાં આવ્યા પછી આજ સુધી તેમને ન્યાય મળ્યો નથી. ગ્રામ પંચાયતથી લઇને તાલુકા અને જિલ્લા તંત્ર સુધીના અધિકારીઓ આ પરિવારને ખો આપી રહ્યાં છે અને પુરવાર કરી રહ્યાં છે કે મુખ્યમંત્રીને પણ તેઓ ગાંઠતા કે ગણકારતા નથી.

વડાલી તાલુકાના ધરોદ ગામે ઘરથાળના પ્લોટની ફાળવણી કરવામાં આવી તેમાં એક જ વ્યક્તિને 5, 10 અને 20 પ્લોટ ફાળવી દેવામાં આવ્યાની વિગતો અરજદાર મહેન્દ્રસિંહ અમરસિંહ ઉદાવત દ્વારા કરવામાં આવેલી માહિતી અધિકારી કાયદા હેઠળની અરજીના પગલે સરકારી તંત્રે જ આપેલા જવાબમાં બહાર આવ્યા પછી પણ સ્થાનિક તંત્રોની ઉંઘ ઉડી નથી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદિબેન પટેલ સમક્ષ પણ આ ફરિયાદ આવી હતી અને તેમણે જે તે સમયે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓનો સ્વાગત કાર્યક્રમ ચાલુ હતો તે દરમિયાન જ ઉધડો લઇ નાખી ન્યાયી કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. પરંતુ ત્યાર બાદ ખુબ ટુંકાગાળામાં મુખ્યમંત્ર બદલાઇ ગયા તેની સાથે બેશરમ તંત્રે તમામ કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.

ટીડીઓ આ અરજદારોને સાંભળતા જ નથી
આશરે સાડાત્રણ વર્ષ પહેલાં પતિ પત્નીને 390 ચોરસ મીટરના પ્લોટ ફઆળવવામાં આવ્યાના કિસ્સા પણ તે સમયમાં જ બન્યા હતાં. ત્યારે આ તમામ ફાળવણી રદ કરીને નવેસરથી તમામ અરજદારને એક સરખો ન્યાય મળે તે પ્રકારે ફાળવણી કરવા માટે મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આદેશની પણ આ તંત્રે કોઇ પરવાહ કરી નથી. હવે સ્થિતિ એવી આવીને ઉભી રહી ગઇ છે કે સ્થાનિક કક્ષાએથી કલેક્ટર તંત્ર, જિલ્લા પંચાયત તંત્ર કે તાલુકા વિકાસ અધિકારી આ અરજદારોને સાંભળતા જ નથી અને બીજી બાજુ મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરવામાં આવે ત્યારે તેમને એવો જવાબ આપી દેવામાં આવે છે, કે અહીંથી સુચના અપાઇ ગઇ છે હવે જિલ્લા કક્ષાએ જઇને તપાસ કરો.

અન્ય સમાચારો પણ છે...