તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝરમરિયા વરસાદથી બફારા ઉકળાટથી રહિશો ભારે ત્રસ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગરમાં છેલ્લા બે દિવસથી ધીરે ધીરે ગરમીનો પારો નીચે આવી રહ્યો છે. ત્યારે બુધવારે સવારે આકાશમાં વાદળો છવાતાં નાગરિકોને વરસાદની આશા બંધાઇ હતી. પરંતુ થોડીવારના ઝાપટા બાદ ઉઘાડ નીકળતાં અસહ્ય બફારો અને ઉકળાટથી નાગરિકો બેબાકળા બન્યા હતાં.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 3થી 4 દિવસ સુધી વાતાવરણ યથાવત્ રહેશે. ગરમીનો ઉકળાટ જળવાઇ રહેશે. ઉલ્લેખનીય છે કે, મંગળવારની સરખામણીએ 3 ડિગ્રી તાપમાન ઘટવા છતાં સવારે વરસાદી ઝાપટુ પડ્યાં બાદ તડકો નિકળતાં ફરીથી ગરમીમાં નાગરિક પરસેવે રેબઝેબ બન્યા હતાં.

શહેરમાં બે દિવસ ગરમીનો પારો ઉંચકાયા બાદ ફરી નીચે આવ્યો છે. વરસાદી મોસમ હોવા છતાં મંગળવારે મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી પહોંચ્યો હતો. જે બુધવારે નીચે ઉતરીને 37 ડિગ્રી પહોંચી જવા છતાં ભેજના કારણે નાગરિકો હેરાન-પરેશાન થઇ ગયા હતાં. ત્યારે ગુરૂવારે વાદળ છાયુ વાતાવરણમાં શહેરીજનોએ આકરા તડકાથી રાહત મળી હતી. જો કે તેમ છતાં સવારથી શહેરીજનોએ અસહ્ય ઉકળાટ અને બફારો સહન કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...