તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સેક્ટર 5માં પહેલા વરસાદમાં રીંગ રોડની સ્ટ્રીટ લાઇટો ડૂલ

સેક્ટર 5માં પહેલા વરસાદમાં રીંગ રોડની સ્ટ્રીટ લાઇટો ડૂલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર|શહેરના સેક્ટર 5બીમાં છેલ્લા દસ દિવસથી અંધકાર છવાઇ ગયો છે. એક વરસાદ માંડ પડ્યો છે ત્યારે વરસાદી પાણીના ભરાવાથી સરી સૃપોનો ડર પણ જોવા મળી રહ્યો છે. રીંગ રોડ ઉપરની સ્ટ્રીટ લાઇટોને વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

છેલ્લા દસ દિવસથી છવાયેલા અંધકારથી ચોરીનો ડર
પાટનગરમાં વરસાદના અમી છાટણાની સાથે જ અંધકાર છવાવાનો એક શિરસ્તો બની ગયો છે. મોટાભાગના સ્ટ્રીટ લાઇટ ડૂલ થઇ જતી હોય છે.ત્યારે ચોમાસાના આરંભે સેક્ટર 5બીમાં રીંગ રોડ ઉપરની સ્ટ્રીટ લાઇટ બંધ થઇ જવા પામી છે.

આ અંગે વસાહત મંડળના કેશરીસિંહ બિહોલાએ કહ્યુ કે ટોરેન્ટ પાવરમાં એકકવાર ટેલીફોનીક ફરિયાદ નોંધાવવા છતા કોઇ નિરાકરણ આવતુ નથી. કોઇ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી પાટનગરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ શહેરને ખરા અર્થમાં સ્માર્ટ બનાવવામાં કોઇને રસ રહ્યો નથી. પાંચ દાયકા પહેલા શહેરની જે હાલત હતી જેવી અંધારુ થવાથી જોવા મળે છે. સ્ટ્રીટ લાઇટના થાંભલાની મરામત કરવામાં આવતી નથી. આવી સમસ્યા લોકો માટે શિરદર્દ સમાન બની હોવા છતાં ે કોઈ પગલાં લેવાતા નથી.

ટોરેન્ટ પાવરની કચેરીએ ધરણાં કરાશે
ચોમાસુ આવ્યુ છતા શહેરમાં અનેક પોલના ઢાંકણા ખુલ્લા અને જોખમી જોવા મળે છે. સેક્ટરના બગીચામાં છેલ્લા વર્ષોથી અંજવાળુ પથરાયુ નથી. ત્યારે આ બાબતે જો ટોરેન્ટ પાવર અને સત્તાધિશો બે દિવસમાં ઉકેલ નહિ લાવે તો ટોરેન્ટ પાવરની કચેરીએ મોરચો કાઢી ધરણા અને સૂત્રોચ્ચાર કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.શહેરના સેક્ટર 5બીમાં છેલ્લા દસ દિવસથી અંધકાર છવાઇ ગયો છે. એક વરસાદ માંડ પડ્યો છે ત્યારે વરસાદી પાણીના ભરાવાથી સરી સૃપોનો ડર જોવા મળી રહ્યો છે. રીંગ રોડ ઉપરની સ્ટ્રીટ લાઇટોને ચાલુ કરાય તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...