તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિલોડા પાસે ડાલુ ઝાડમાં ઘૂસી જતા ખેડૂતનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લામાં ચિલોડા તથા દહેગામ પંથકમાં શાકભાજીનું વાવેતર ઉંચા પ્રમાણમાં થાય છે. જે શાકભાજી ખેડુતો દ્વારા ગાંધીનગર તથા અમદાવાદનાં માર્કેટમાં વેચવામાં આવે છે. ત્યારે દહેગામ તાલુકાનાં ચેખલાપગીનાં જયંતિસિંહ બળદેવસિંહ રાઠોડ પોતાનાં મેક્સ પીક-અપમાં ખેડુત ચતુરજી ઠાકોર તથા અન્ય ખેડુતોનાં શાકભાજી ભરીને ગાંધીનગરનાં માર્કેટમાં આવવા નિકળ્યા હતા.

મેક્સ બુધવારે બપોરે 11 વાગ્યાનાં અરસામાં ચિલોડાથી નિકળીને ગાંધીનગર તરફ આવી રહી હતી. ત્યારે અચાનક બ્રેક ફેઇલ થતા મેક્સ બીએસએફ કેમ્પસનાં ગેટ પાસે જ લીંમડાનાં ઝાડમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મેકસમાં સવાર લોકોને ઇજાઓ થતા ગાંધીનગર સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં ચતુરજી ઠાકોરનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ. ચિલોડા પોલીસે ફરીયાદ નોંધીને આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...