તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gandhinagar દહેગામ તાલુકાનાં જાલીયાનાં મઠ ગામનાં સરપંચ વિજયગીરી ચંપકગીરી ગોસ્વામી

દહેગામ તાલુકાનાં જાલીયાનાં મઠ ગામનાં સરપંચ વિજયગીરી ચંપકગીરી ગોસ્વામી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દહેગામ તાલુકાનાં જાલીયાનાં મઠ ગામનાં સરપંચ વિજયગીરી ચંપકગીરી ગોસ્વામી ગત ટર્મમાં સરપંચ રહ્યા બાદ ફરી જીતીને સરપંચ તરીકે ચાલુ છે. ગત ટર્મમાં સરપંચ હતા ત્યારે વર્ષ 2014માં જાહેર મિલ્કત ગણાતા 13 બાવળોને કોઇ પણ જાતની મંજુરી લીધા વગર કપાવી નાંખીને વેચી નાંખ્યા હતા.

દહેગામનાં તત્કાલીન મામલતદાર કે ટી મેણાત સુધી મામલો પહોચતા તપાસ કરાવી હતી અને ગેરકાયદે વૃક્ષ છેદન કરવા બાબતે રૂ.65 હજારનો દંડ ફટકાર્યો હતો. જો કે સરપંચે દંડ ન ભરીને મામલતદારનાં હુકમને પ્રાંતમાં પડકારી અપીલ કરી હતી. પ્રાંતમાં પણ આ હુકમ માન્ય રહેતા મામલો ડીડીઓ કચેરી અને હાઇકોર્ટ સુધી પહોચ્યો હતો. ત્યારે ડીડીઓ કચેરીથી તપાસ થતા ગુનો પુરવાર થતા પંચાયત ધારાની વૃક્ષ છેદન ધારા 57(2) હેઠળ દોષી ઠેરવીને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

ડેપ્યુટી ડીડીઓ મનીષાબેન સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે ધારા 57(2) હેઠળ દોષી ઠરે તો ચૂંટણી ન લડી શકે. ત્યારે સરપંચ દોષી ઠરતા હોવાથી ચૂંટણી જ ગેરકાયદે લડ્યા હોવાનું ગણાય. જેના પગલે સરપંચ પદેથી દુર કરવાનો આદેશ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગામના સરપંચ બીજી વખત ચૂંટણી જીતી સરપંચ બન્યા બાદ તેમણે બાવળના ઝાડ વેચી મારી ગેરરીતિ આચરી હોવાનો અાક્ષેપ થતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...