તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RBIની વેબસાઇટ પર છેતરપિંડીની ફરિયાદ કરી શકશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંકમાંથી વાત કરૂ છું, તમારૂ એટીએમ કાર્ડ બંધ થઇ જશે, તમને કરોડો રૂપિયાની લોટરી લાગી છે, સહિતના વાક્યો બોલીને લોકોના એટીએમ પાસવર્ડ મેળવી લઇને લોકો સાથે છેતરપીંડી કરીને નાણા પડાવવાનો બનાવો વધ્યા છે. ત્યારે આવી છેતરપીંડી કરનારી, લોભામણી જાહેરાત કરનારી કંપનીઓ સામે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લાલ આંખ કરી છે. છેતરપીંડી કરનારી નાણા સંસ્થાઓની જાણ હવે નાગરિકો આરબીઆઇની વેબસાઇટ ‘સચેત’ પર કરી શકશે. મુખ્ય સચિવે આ મુદ્દે જાગૃત થઇને ફરિયાદ કરવા લોકોને અપિલ કરી છે.બેંક દ્વારા ઓગસ્ટ-2016માં આ વેબસાઇટ મૂકી છે.

અન્ય સમાચારો પણ છે...