તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલા મહાકુંભમાં રાજ્યની 121 ટીમો ગરબાની રમઝટ જમાવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ખાતે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે રાજ્યકક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધાનો પ્રારંભ થયો છે. ગુરૂવારે ઉર્જામંત્રી સૌરભ પટેલના હસ્તે ઉદ્દઘાટન બાદ સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમમાં 7 ઓક્ટોબર સુધી દરરોજ બપોરે 12 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી સ્પર્ધામાં રાસ-ગરબાની રમઝટ બોલાશે.

આ પ્રસંગે સૌરભભાઈ પટેલે કહ્યું હતું કે, ‘રાસ-ગરબા ગુજરાતની સંસ્કૃતિના પ્રતીક છે. વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ થકી રાસ-ગરબા વિશ્વ ફલક ઉપર પ્રસ્થાપિત થયાં છે. સતીષ પટેલે જણાવ્યું હતું કે, ‘૧૨૧ જેટલી વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમે આવનાર ટીમને અનુક્રમે ૫૧, ૪૧ અને ૩૧ હજારના રોકડ પુરસ્કાર આપી સન્માન કરાશે. કલા મહાકુંભમાં ૪.૯૮ લાખે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...