તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુન્દ્રા પાસે 8.53 લાખનો 3132 બોટલ દારૂ પક્ડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર રેન્જ આઇજી ઓફિસથી પ્રાપ્ત વિગતોનુંસાર આર આર સેલની ટીમ ચિલોડા સર્કલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે રાજસ્થાન પાસીંગની ટ્રક નં આરજે 02 જીએ 6973માં વિદેશી દારૂ લઇ જવાતો હોવાની તથા આ ટ્રક છાલા-ચિલોડા માર્ગ પર આવેલી નવદૂર્ગા હરીયાણા હોટેલ પાસે પાર્ક હોવાની બાતમી મળી હતી. જેના પગલે રેન્જ આઇજી મયંકસિંહ ચાવડાનાં માર્ગદર્શને હેઠળ આર આર સેલ તથા ચિલોડા પોલીસે ઝડપી તપાસ કરતા પ્લાસ્ટીકનાં સ્ટેન્ડ ભરેલા જોવા મળ્યા હતા. જેને ખસેડીને તપાસ કરતા રૂ.8,49,600ની કિંમતનો 3132 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેના પગલે ટ્રકનાં કલીનર ઇમરાન અબદુલ્લા નાયી (રહે અલવર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જયારે ટ્રક ચાલક મુનફેદ મેઉ (રહે મેવાત, હરીયાણા)ને પોલીસે ટ્રક પકડી લીધી હોવાનું જાણી જતા ગાયબ થઇ ગયો હતો. કલીનર ઇમરાનનું પુછપરછ કરતા જયપુરનાં રહેવાસી રાજવીર ઉર્ફે સુભાષ યાદવે ભરાવી આપ્યો હોવાનું તથા અમદાવાદ પહોચાડવાનો હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે ટ્રક સહિત 18.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...