તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gandhinagar રેશનકાર્ડ ધારકને સસ્તા અનાજના જથ્થાની ઉપલબ્ધિનો SMS મળશે

રેશનકાર્ડ ધારકને સસ્તા અનાજના જથ્થાની ઉપલબ્ધિનો SMS મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લામાં સરકારી રેશનકાર્ડ ધરાવતા અને તેનો ઉપયોગ કરીને રાહતદરથી અનાજ, ખાંડ, તેલ સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો સસ્તા અનાજની દુકાન પરથી મેળવતા પરિવારો માટે સારા સમાચાર છેકે તેઓને મળવાપાત્ર આવશ્યક ચીજ વસ્તુનો જથ્થો તેને લાગુ પડતી સસ્તા અનાજની દુકાન પર ઉપલબ્ધ થવાની સાથે લાભાર્થીના મોબાઇલ ફોન પર એસએમએસ આવી જશે.

ગાંધીનગર જિલ્લાના 2.36 લાખથી વધુ પરિવાર કે જેઓ રેશનકાર્ડ ધરાવે છે. તેમને રાહતદરથી અનાજ, ખાંડ, તેલ સહિતની આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો સસ્તા અનાજની દુકાન પર ઉપલબ્ધ છેકે નહીં અથવા આ જથ્થો ક્યારે ઉપલબ્ધ બનશે તેની માહિતી ઉપરોક્ત એસએમએસ સેવા દ્વારા મળશે. આજના જમાનામાં ઝુંપડા અને છાપરામાં રહેતા અતિ ગરીબ પરિવાર પણ મોબાઇલ ફોન ધરાવે છે. પરિણામે આ સેવાના કારણે તેમણે સસ્તા અનાજની દુકાન પર જઇને આવશ્યક ચીજો સંબંધિ માહિતી મેળવવા માટે ધક્કા ખાવા પડશે નહીં.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આવશ્યક ચીજ વસ્તુના સમયસર વિતરણ સંબંધે લાભાર્થીમાં જાગૃતિ માટે અને માહિતી આપવા માટે વેબસાઇટ http/ipds.gujarat.gov.inનું લોન્ચીંગ કરાયું છે. આ વેબસાઇટ પર કાર્ડધારકોએ પોતાના પરિવારના કોઇપણ એક વ્યક્તિ કે જેનું નામ રેશનકાર્ડમાં હોય તેનો મોબાઇલ નંબર રજીસ્ટર કરાવવાનો રહેશે. રજીસ્ટ્રેશન બાદ કાર્ડધારકને તેના વિસ્તારની સસ્તા અનાજની દુકાનમાં મળતી આવશ્યક વસ્તુની યાદી મળશે. જ્યારે જથ્થો દુકાન પર ઉપલબ્ધ થશે ત્યારે SMSથી જાણ કરાશે.

2.36 લાખ પરિવારને આવરી લેવાશે
જિલ્લામાં 2,36,418 પરિવાર પાસે રેશનકાર્ડ છે. જન સંખ્યા 11, 95, 636 જેટલી થાય છે. તેમાં ગાંધીનગર શહેરમાં 29, 117 કાર્ડ સામે 1, 29, 305 જન સંખ્યા, ગાંધીનગર ગ્રામ્યમાં 56, 365 કાર્ડ સામે 2, 90, 454 જન સંખ્યા, કલોલ તાલુકામાં 58, 754 કાર્ડ સામે 3, 14, 613 જન સંખ્યા, દહેગામ તાલુકામાં 47, 840 કાર્ડ સામે 2, 44, 203 જન સંખ્યા અને માણસા તાલુકામાં 44, 345 કાર્ડ સામે 2, 17, 061 જન સંખ્યા છે.

દુકાનદારો ઉલ્લુ બનાવી શકશે નહીં
સસ્તા અનાજની દુકાનનાં સંચાલકો દ્વારા આવશ્યક ચીજ વસ્તુના વિતરણમાં ગેરરીતિના અનેક કિસ્સા બની ચૂક્યા છે. સરકારે જથ્થો છૂટો કર્યા પછી પણ લાભાર્થીઓને જથ્થો આવ્યો જ નહીં હોવાનું કહીને અને નહીં આપીને બારોબાર વગે કરી દેવાના બનાવ બન્યા છે. પરંતુ હવે લાભાર્થીને મળવાપાત્ર સામગ્રી દુકાન પર ક્યા દિવસથી ઉપલબ્ધ છે. તેની જાણકારી સરકાર જ આપવાની હોવાથી દુકાનદારો લાભાર્થીને ઉલ્લુ બનાવી શકશે નહીં.

કલોલમાં સળગતા કચરા પર ટાયર આવતા ટ્રેક્ટર સળગ્યંુ઼
ડમ્પિંગ સ્ટેશન પર કચરો ઠાલવવા જતાં ઘટના બની
ભાસ્કર ન્યુઝ કલોલ

કલોલ નગરપાલિકા દ્વારા કચરાના નિકાલ માટે પીયજ રોડ પર ડંપિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જ્યાં કચરો ઠાલવવા માટે ગયેલા ટ્રેક્ટરમાં આગ લાગની ઘટના બની બની હતી. બુધવારે બપોરના સમયે કોન્ટ્રાક્ટ પર કામ કરતાં ડ્રાઇવર દિલીપભાઇ રામસિંગભાઇ વાસુનિયા કચરો ભરેલું ટ્રેક્ટર લઇને ડંપિંગ સ્ટેશન પર ગયા હતા. દરમિયાન નીચે કચરો સળગતો હોવાથી ટ્રેક્ટરના પાછળના ટાયરમાં આગ લાગી હતી. ચાલકે ટ્રેક્ટર બહાર લેવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતું સળગતા ટાયરની આગ થોડીવારમાં જ ડિઝલ ટેંક સુધી પહોંચતા ટ્રેક્ટર ભડભડ સળગવા લાગ્યુ હતું. ઘટનાની જાણ થતા તાત્કાલિક પહોંચેલી ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી હતી. આ અંગે પાલિકાના ફાયર વિભાગના કમલેશભાઇ બારોટે 1 લાખનું નુકશાન થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ અંગે ચીફ ઓફિસર મનોજભાઈ સોલંકીએ કહ્યું હતું કે,‘ટ્રેક્ટર આગને કારણે સળગી ગયું હોવાનું સ્પષ્ટ જણાય છે. તેમ છતાં સાચું કારણ જાણવા માટે ડ્રાઇવરનો ખુલાશો માંગવામાં આવ્યો છે. તો ભૂલ જણાશે તો કાર્યવાહી કરીશું.’

અન્ય સમાચારો પણ છે...