તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gandhinagar એક્સિસ બેંકમાંથી 3.28 કરોડની લોન લઇને 1.39 કરોડ ભર્યા નહીં

એક્સિસ બેંકમાંથી 3.28 કરોડની લોન લઇને 1.39 કરોડ ભર્યા નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ધાનોટ ગામે ગોલ્ડન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભાડેથી 3 ગોડાઉન રાખીને તેમાં જીરૂ તથા ગવારની બોરીઓનો 4.68 કરોડ ઉપરાંતની કિંમતનો સ્ટોક બતાવીને રૂપિયા 3.28 કરોડની લોન એક્સિસ બેંકમાંથી મેળવ્યા પછી વેપારીએ રૂપિયા 1.39 કરોડ જેવી લોનની રકમ નહીં ભરીને બેંક તથા સ્ટોકના સંબંધમાં માર્કેટ વેલ્યુ સર્ટિફીકેટ આપનાર કોમોડીટી કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાની ફરિયાદ કલોલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

કોમોડીટી મેનેજમેન્ટ કંપનીને ભૂસુ ભરેલી બોરીઓ દર્શાવી હતી
ચાંદખેડામાં જનતાનગરમાં રહેતા અને જ્યોતિ કોમોડીટી મેનેજમેન્ટ સર્વિસીસ લીમીટેડ નામની કંપનીમાં ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ડ તરીકે કામ કરતા રાજેશ ગણેશભાઇ જ્હાએ આ બનાવ સંબંધમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાલડી વિસ્તારમાં પદ્મપ્રભૂ સોસાયટીમાં રહેતા અને અનાજ, જીરૂ, ગવાર જેવી કોમોડીટીનો વેપાર કરતા ધૃવ નવીનભાઇ ઠક્કરને દર્શાવ્યા છે. જેણે ધાનોટ ગામે ત્રમ ગોડાઉન ભાડે રાખીને તેના પાસે ઉપલબ્ધ જીરૂ અને ગવારના જથ્થા પર લોન મેળવી હતી. ફરિયાદીની કંપની દ્વારા એક્સિસ, એચડીએફસી, યશ, દેના, આઇસીઆઇસીઆઇ, આઇડીબીઆઇ, કોટક મહિન્દ્રા અને ઇન્ડુસ બેંક માટે લોનના કિસ્સામાં માર્કેટ વેલ્યુ સહિતના રિપોર્ટ બનાવી આપવાની કામગીરી કરવામાં આવે છે.

બેંક તરફથી કંપનીને આરોપીની લોન અરજી સંબંધમાં રિપોર્ટ તૈયાર કરી આપવાનું કામ સોંપાયા પછી. કંપનીના માણસોએ આરોપીના ગોડાઉન પર જઇને જે રિપોર્ટ તૈયાર કર્યો તેમાં જીરૂ અને ગવારની બોરીઓ મળીને રૂપિયા 4.68 કરોડનો માલ દર્શાવવામાં આવ્યો હતો. બેંક દ્વારા માલની માર્કેટ વેલ્યુ સામે 70 ટકા જેટલી લોન આપવામાં આવતી હોય, તેના નિયમ પ્રમાણે રૂપિયા 3.28 કરોડની લોન આપી હતી. જો કે વર્ષ બાદ મેનેજમેન્ટ કંપનીએ ગોડાઉનના ભાડા કરાર રીન્યુ કરીને આપવાનું કહ્યું ત્યારે આરોપીએ તેમ કર્યુ ન હતુ.

બેંક તરફથી વેપારી દ્વારા 1.39 કરોડની ચૂકવણી કરાઇ નહીં રહ્યાનું કંપનીને જણાવતા જ્યારે ગોડાઉન પર જઇને બેંકના અધિકારીઓની હાજરીમાં જીરુ અને ગવારના સ્ટોકની તાપસ કરવામાં આવી ત્યારે જીરૂની કુલ 4448 પૈકીની 2014 બોરી ભરેલી મળી હતી. બાકીના પૈકી 921 બોરીમાં ધાણા ભરેલા અને 162 બોરીમાં ભુસુ ભરેલુ હતુ અને કુલ 2272 બોરી ગુમ હતી.

ં જીરૂ અને ગવાર ભરેલી બોરીઓ ગોઠવી હતી
ગવારનો સ્ટોક ચેક કરતા 200 બોરી પૈકીની 1315 ભરેલી મળી હતી અને 615 બોરીમાં ભુસુ ભરેલુ હતું તથા કુલ મળીને 234 બોરી ગાયબ હતી. વર્ષ 2017ના એપ્રિલ મહિનામાં આરોપી દ્વારા લોન લેવામાં આવી ત્યારે બેંક વતી મેનેજમેન્ટ કંપની દ્વારા સ્ટોકની તપાસ કરાઇ ત્યારે આગળના ભાગમાં જીરૂ અને ગવાર ભરેલી બોરીઓ ગોઠવી દઇને વચ્ચેના ગાળામાં ભુસા ભરેલી બોરીઓ મુકી દઇને તેને જીરૂ તથા ગવારમાં ગણાવીને મોટો સ્ટોક બતાવી લોન લેવામાં આવી હોવાનો ભાડો ફૂટતા આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...