તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીનો વેડફાટ: વીજ મથકને ટ્રીટ વોટર અપાતુ નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | પાટનગરમાં સૌ પ્રથમ બાંધકામ થર્મલ પાવર સ્ટેશનનું કરાયુ હતું. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સરકાર ખાનગી કંપનીઓ પાસેથી વધુ વીજળી ખરીદતી હોવાથી આ વીજ મથકને મરવાના વાંકે જીવાડાઇ રહ્યું છે. આમ છતાં વીજ ઉત્પાદ્દન દરમિયાન અહીં સરેરાશ 28થી 40 એમએલડી પાણીનો વપરાશ થાય છે અને આ પાણી પીવાના ઉપયોગનું હોય છે. ત્યારે વીજ મથક દ્વારા પોટેબલ વોટરને બચાવવા ટ્રીટ વોટર આપવા પાટનગર યોજના વિભાગ પાસે માગણી કરાઇ છે.

સરકારે હા પાડી પણ પાટનગર યોજના વિભાગ 1 MLD પણ આપી શકે તેમ નથી
વિભાગ દ્વારા 1 એમએલડી પાણી પણ આપી શકાય તેમ નહીં હોવાનું જણાવી દેવાયું છે. પાવર સ્ટેશનના ઇજનેરની રજૂઆતના પગલે સરકાર દ્વારા જીઇબી કોલોનીની રહેણાંક વસાહત માટે વધારાનું પોટેબલ વોટર પાટનગર યોજના વિભાગ પાસેથી મેળવી લેવાની હા પડાઇ હતી. પાવર સ્ટેશનથી દોઢ કિલોમીટર દુરથી જ પસાર થતી પાટનગર યોજના વિભાગની પાણી વિતરણની મેઇન લાઇનમાંથી જીઇબી કોલોનીને 6 એમએલડી પીવાનું પાણી આપવાની આ વાતે પણ સરકાર તરફથી વિભાગને કોઇ સુચના અપાઇ નથી. પરિણામે પાવર સ્ટેશનમાં ઉપયોગમાં લેવાતુ પાણી પણ પીવાનું જ વપરાઇ કે વેડફાઇ રહ્યું છે. જો ત્યાં ટ્રીટ વોટર મતલબ કે ગટરના શુદ્ધ કરેલા પાણી પહોંચાડાય તો પીવાના પાણીનો બચાવ થઇ શકે તેમ છે. પાવર સ્ટેશનના અધિકારીઓ આ મુદ્દે ઉર્જા વિભાગ અને પાટનગર યોજના વિભાગ વચ્ચે ફૂટબોલ બની ગયાં છે. કેમ કે સરકારે તેમને સાંભળીને હા પાડ્યા પછી અમલ કરવા માટે જે તે વિભાગને આદેશ આપતી નથી.

વિભાગના ઇજનેર લલીત કનોજીયાએ કહ્યું કે વધારાનું પીવાનું પાણી જીઇબી કોલોનીને આપવા માટેની સરકારની સુચના મળ્યેથી તેના પર કામ કરાશે. પરંતુ ટ્રીટ વોટરનો એટલો જથ્થો અમારી પાસે ઉપલબ્ધ નથી જેટલી પાવર સ્ટેશન માટે જરૂરત બતાવાઇ રહી છે.

ટ્રીટ વોટર પ્લાન્ટની ક્ષમતા 10 MLDની છે
પાટનગરમાં સ્વર્ણિમ પાર્ક સહિતના બગીચાઓને હરિયાળા રાખવા ગટરના પાણીને શુદ્ધ કરીને બગીચાઓ સુધી પહોંચાડવાની યોજના અમલી કરાઇ છે અને તેના માટે 10 એમએલડીની ક્ષમતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ રૂપિયા 18 કરોડના ખર્ચે કાર્યાન્વિત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...