ઇન્દ્રધનુષ સોસા.માં 20 દિ’થી ડોર ટુ ડોર વાહન આવતુ નથી !

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરનો સ્માર્ટસીટીનો સમાવેશ કરાયો છે, ત્યારે મહાપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી સમયસર કરવામાં આવી રહી છે. પરંતુ ગુડા વિસ્તારમાં કામગીરી ખોરંભે ચડી રહી છે. રાયસણમાં ધોળેશ્વર મહાદેવ મંદિર રોડ પાસે આવેલી ઇન્દ્રધનુષ સોસાયટીમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા આવતુ વાહન છેલ્લા 20 દિવસથી જોવા મળતુ નથી. સોસાયટીમાં ઘર આગળ જ કચરાના ઢગ ખડકાઇ રહ્યા છે. ગૃહિણોમાં આ બાબતે કચવાટ જોવા મળી રહ્યો છે.

ગુડા વિસ્તારમા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ કામગીરીમાં ક્યાંક છીંડા જોવા મળી રહ્યા છે. કચરો એકત્ર કરતુ વાહન નિયમિત નહિ આવતુ હોવાની ફરિયાદો થઇ રહી છે. અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે પરંતુ તે પણ એજન્સીના કર્મચારીઓનો નંબર આપીને હાથ ખંખેરી નાખી રહ્યા છે. ઇન્દ્રધનુષ સોસાયટીમાં છેલ્લા 20 દિવસથી કચરાની ગાડી આવી નથી. ગૃહિણોઓ રોજ વાહનની રાહ જોવે છે, પરંતુ વાહન ક્યાંક જોવા સુદ્ધા મળતુ નથી.

સોસાયટી વિસ્તારમાં રહેતા રાજુભાઇએ કહ્યુ કે, પાટનગરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરાયો છે.પરંતુ હાલની કામગીરી જોતા દુર દુર સુધી લાગતુ નથી કે આગામી એક દાયકા સુધી સ્માર્ટ સિટી બની શકશે. મહાપાલિકા વિસ્તારમાં કચરો એકત્રિત કરવા વાહન આવી રહ્યુ છે. પરંતુ ગુડા વિસ્તારની સોસાયટીમાં ગાબડા જોવા મળી રહ્યા છે. જે સોસાયટીનો કચરો 20 દિવસથી ઉપાડવામાં ના આવ્યો હોય ત્યાં કેવી સ્થિતિ થાય ?. રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ બહેરા કાને વાત સંભળાતી નથી. માત્ર ખોટા દિલાસા આપવામાં આવી રહ્યા છે. હાલમાં લોકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવામાં આવે અને ખરા અર્થમાં શહેરને સ્માર્ટસિટીમાં સમાવેશ કરવામાં આવે તે દિશામાં કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...