આજથી IIAPH દ્વારા શહેરમાં હેલ્થ કોન્કલેવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા 18થી 20 જાન્યુઆરી દરમિયાન પ્રથમ સ્ટુડન્ટ પબ્લિક હેલ્થ કોન્કલેવનું આયોજન કરાયુ છે. આ કોન્ફરન્સ ભારતમાં પબ્લિક હેલ્થ કેડરના વિકાસ માટે સમર્થન આપવા શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યવસાયિક સંસ્થાઓના નેટવર્કનું નિર્માણ કરવાનું છે.

આરોગ્ય શાખાના વ્યવસાયિકો હાજર રહેશે
જેમાં 400થી વધારે આરોગ્ય શાખાના વ્યવસાયિકો, નિીતિ ઘડવૈયાઓ, સંશોધકો અને 6થી વધારે પબ્લિક હેલ્થ કોલેજના વિદ્યાર્થીઓને ઉત્તમ મંચ પ્રદાન કરાશે. આ કેન્કલેવમાં દિલ્હી, મનિપાલ અને દત્તા મેઘે ઇન્સ્ટિટ્યુટ સહિતની સંસ્થાઓનો સહયોગ મળ્યો છે.

એસીસ 2018માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર, ટીબી શાખા ભારત સરકાર, એસ્સાર ઓઇલ, ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટેજિસ અન ટાટા ટ્રસ્ટ સહિતની સહયોગી સંસ્થાઓના પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે. વર્ષ 2008માં ગુજરાત સરકાર દ્વારા જાહેર-ખાનગી ભાગીદારી તરીકે આઇઆઇપીએચજીની સ્થાપના કરવામાં આવી હતી. જાહેર આરોગ્ય શિક્ષણ, તાલીમ સંસ્થામાં અગ્રણી સંસ્થા છે. ત્યારે આઇઆઇપીએસજીમાં પ્રથમ સ્ટુડન્ટ પલ્બિક હેલ્થ કોન્કલેવનું તારીખ 18થી 20 જાન્યુઆરી દરમિયાન સવારે 9થી 10:45 દરમિયાન, લેકાવાડા પાટીયા, એરફોર્સ કેમ્પની સામે આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...