• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીને 200 કરોડની ગ્રાન્ટ મળશે

ગાંધીનગર સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીને 200 કરોડની ગ્રાન્ટ મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગર સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની માટે રચાયેલા સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ દ્વારા ગાંધીનગરને સ્માર્ટ બનાવવા સંબંધે તૈયાર કરાયેલો પ્રોજેક્ટ રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલયને સુપ્રત કરી દેવામાં આવ્યો છે અને તેને લીલીઝંડી મળે તેની રાહ જોવાઇ રહી છે. બીજી બાજુ સ્માર્ટ સિટી કંપની દ્વારા અત્યાર સુધીમાં વિવિધ યોજના સાકાર કરવા 3 ટેન્ડર ઓનલાઇન કરી દેવાયા છે.

GSCDCએ બહાર પાડેલા 3 ટેન્ડર પર કામ શરૂ કરાશે
આ સંબંધમાં કંપની આખરી કરવાની પ્રક્રિયા કરવામાં આવનાર છે. ત્યારે ફેબ્રુઆરીમાં ગાંધીનગર સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીને સપનાઓ સાકાર કરવા માટે રૂપિયા 200 કરોડ જેવી જંગી રકમની ફાળવણી કરી દેવામાં આવશે.

ગાંધીનગરનો સમાવેશ કેન્દ્રની દેશના 100 શહેરોને સ્માર્ટ બનાવવાની યોજનામાં સમાવેશ કરાયાની સાથે મ્યુ.કમિશનર ડી એન મોદીની અધ્યક્ષતામાં સ્પેશ્યલ પર્પઝ વ્હિકલની રચના કરીને તેને સક્રિય કરી દેવાઇ છે અને તેના નેજો હેઠળ આયોજન હાથ ધરાયા છે. તેમાં શહેરમાં વોટર એટીએમ લગાડવા, કર ચોરી રોકવા જીઓગ્રાફિકલ ઇન્ફર્મેશન સિસ્ટમ અમલી બનાવવી, અકસ્માત રોકવા અને એડપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરવી સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

75 ટકા ખર્ચ થયા બાદ જ બીજા નાણા મળશે
ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્ર સરકારના 100 કરોડ અને રાજ્ય સરકારના 100 કરોડ મળીને રૂપિયા 200 કરોડ મળશે. પરંતુ આ રકમના 75 ટકા નાણા વપરાય જાય પછી જ બીજા હપ્તાના નાણાની ફાળવણી કરાશે.

કુલ 1400 કરોડની યોજનાઓ બનાવાઇ
સ્માર્ટ સિટી કંપની દ્વારા તેના પ્રોજેક્ટ રિપોર્ટમાં કુલ મળીને રૂપિયા 1400 કરોડના ખર્ચની વિવિધ યોજનાઓ અમલી બનાવવા માટેના આયોજન દર્શાવવામાં આવ્યા છે. પરંતુ તેને પ્રતિ વર્ષના ધોરણે રકમ ફાળવાશે.

નાણાના આયોજનમાંથી ગાંધીનગરને મુક્તિ
સ્માર્ટ સિટી માટે કેન્દ્ર સરકાર તરફથી જેટલા નાણા આપવામાં આવે તેટલી જ રકમ જે તે મહાપાલિકાએ પણ જોડવાનો નિયમ છે. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી આનંદિબેન પટેલે તેમાંથી ગાંધીનગરને મુક્તિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...