તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેકટર 28નાં છાપરામાં દરોડો, 10 જુગારી રોકડ સાથે ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેકટર 28નાં છાપરા વિસ્તારમાં એલસીબીની ટીમે દરોડો પાડીને 10 જુગારીઓને રૂ.17 હજારની રોકડ સાથે ઝડપી લીધા હોવાનું સેકટર 21 પોલીસ સ્ટેશને નોંધાયુ છે. પરંતુ નવાઇની વાત એ છે કે એલસીબી દ્વારા એક પણ આરોપી પાસેથી મોબાઇલ મળ્યો હોવાનું દર્શાવાયુ નથી. જયારે બીજી તરફ સેકટર 21 પોલીસ જુગારનાં આ કેસમાં ઉઘતી ઝડપાઇ ગઇ છે.

પીએસઆઇ વી એમ ઝાલાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે જીતેન્દ્રસિંહને મળેલી બાતમીનાં આધારે કિરીટકુમાર, મહીપાલસિંહ, રાજેન્દ્રસિંહ, ભવાનસિંહની ટીમે સેકટર 28નાં છાપરામાં દરોડો પાડ્યો હતો. જેમાં સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે જુગાર રમતા ગોપાલસિંહ જે રાજપૂત(રહે આદિવાડા) શંકર આર ગોહીલ, રમેશ એમ સોલંકી, અરજન જે દંતાણી, લાલજી એમ સોલંકી, રાજુ એમ દંતાણી, મફા એલ રાવળ, વિજય ચી. દંતાણી, મનુ બી દંતાણી તથા નગીન કે દંતાણી(તમામ રહે સેકટર 28 પ્રેસના છાપરા)ને ઝડપી લીધા હતા. પોલીસે બાજી પર તથા આરોપીઓ પાસેથી રૂ.17 હજારની રોકડ જપ્ત કરીને આરોપીઓ તથા મુદ્દામાલ કબજે કર્યો હતો.

સેક્ટર 28 પ્રેસ સર્કલ પાસેના છાપરામાં જુગાર રમતા 10 જુગારીઓને 17 હજજારની રોકડ રકમ સાથે એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા .

અન્ય સમાચારો પણ છે...