• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • પેન્શનર્સની માંગણીઓ મુદ્દે વડાપ્રધાન કાર્યાલયમાં ફરિયાદ

પેન્શનર્સની માંગણીઓ મુદ્દે વડાપ્રધાન કાર્યાલયમાં ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર નિવૃત સરકારી અધિકારી મંડળ(જીઆરજીઓ) દ્વારા પેન્શનર્સની માંગણીઓ તથા અન્યાય મુદ્દે સરકારમાં વારંવાર રજુઆતો કરવા છતા ઉકેલ ન આવતા પીએમઓમાં રજુઆત કરી હતી. જયાંથી ચિફ સેક્રેટરી ઓફિસને સુચના આપવા છતા અરજદારોને કોઇ જવાબ ન આપતા પેન્શનર્સમાં રોષ ભભૂકી રહ્યો છે. ગુજરાતની બ્યુરોક્રસી સામે સવાલો ઉઠાવ્યા છે.

ગાંધીનગર રીટાયર ગવર્મેન્ટ ઓફિસર્સ એશો.નાં પ્રમુખ જયંતભાઇ ભટ્ટનાં જણાવ્યાનુંસાર પેન્શનર્સને રૂ.1 હજારનું તબીબી ભથ્થુ કેન્દ્ર પ્રમાણે આપવુ, 7માં પગારપંચ/કેન્દ્ર પ્રમાણે ‘વિકલ્પ 1’માં પેન્શનર્સને લાભ આપવા તથા 9 માસનું એરીયર્સ આપવુ. જેવી સામાન્ય માંગણીઓ છે. આ મુદ્દે સરકાર સમક્ષ અનેક વખત રજુઆતો કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...