છાલાના જુના વાળંદવાસમાં ગંદા પાણીથી રહિશો પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાલા ગામના તલપોદ કસ્બામાં આવેલા જુના વાળંદવાસમાં ઘણા સમયથી ગંદા પાણીની સમસ્યાથી રહિશો પરેશાન થઇ ગયા છે. આ ગંદા પાણી નાગરિકોના ઘર આંગણ વહેતું હોવાથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. આ અંગે મહિલાઓએ પંચાયતમાં અનેક રજુઆતો કરવા છતાં કોઇ પણ પગલા લેવામાં આવ્યાં નથી. આ પાણીની સમસ્યા જલદી દુર થાય અને અહીં ગટરની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી તેવી નાગરિકોએ માંગ કરી છે.

જુના વાળંદવાસના રહેવાસી મંજુર લુહારે જણાવ્યું કે, જુના વાળંદવાસમાં રહિશોના ઘર આંગણામાં ઘણા સમયથી અન્ય વિસ્તારનું પાણી આવી રહ્યુ છે. આ પાણી બાથરૂમ અને ઘર વપરાશનું પાણી છે. જે પાણી જુના વાળંદવાસમાં આવી જાય છે. આ પાણીની નિકળવાની વ્યવસ્થા ન હોવાથી પાણી ઘર પાસે ભરાઇ જાય છે. પાણી ભરાવાથી ગંદકી વધી ગઇ છે અને તેમાંથી દુર્ગંદ મારી રહી છે. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જતાં નાગરિકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.

છાલા ગામના જુના વાળંદવાસમાં ગંદા પાણીથી નાગરિકો પરેશાન .

અન્ય સમાચારો પણ છે...