એક્ટીવા અને રીક્ષા ચોરનાર બે આરોપી ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંબે જગ્યાએથી એક્ટીવા અને રીક્ષાની ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી લધા હતા. સેક્ટર 7ના પીએસઆઇ વિજય પ્રજાપતિની આગેવાનીમાં રોડ પરથી એક્ટીવા ચોરીને દબોચી લેવાયો હતો. જ્યારે એક કિશોરને ચોરીની રીક્ષા સાથે ઝડપી લીધો હતો.

સેક્ટર 7 પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા ટીમ બનાવી જાહેરમાં ફરીને ચોરી કરતા ચોરને દબોચી લેવા તખ્તો ગોઠવીને કામગીરી કરવામાં આવી રહી છે. સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇ વિજય પ્રજાપતિ, એસ એમ ચૌધરી અને રતનસિંહ સહિતના પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, સેક્ટર 13 પાસેથી ચોરીનુ એક્ટીવા લઇને એક ચોર નિકળી રહ્યો છે. ટીમની તમામ પોલીસ વોચમાં ગોઠવાઇ ગઇ હતી. ચોરીનુ એક્ટીવા લઇને જગદીપ રવિન્દ્ર અભંગને ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે કમલમ કાર્યાલય પાસે પેટ્રોલીંગ કરી રહેલા દેવેન્દ્રસિંહ, સેતાનસિંહ સહિતની ટીમે ચોરીની રીક્ષા લઇને આવતા કિશોરને ઝડપી લેવાયો હતો. શહેરમાં વાહન ચોરી અટકાવવા પોલીસ સજાગ બની ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...