તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gandhinagar ત્રિ દિવસીય ફેરમાં 45000 જેટલા ફોટો વિડીયોગ્રાફર વિઝીટ કરશે

ત્રિ-દિવસીય ફેરમાં 45000 જેટલા ફોટો-વિડીયોગ્રાફર વિઝીટ કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હી તથા મુંબઇમાં યોજાતા ફોટો-વિડીયો ટ્રેડ ફેર બાદ ગુજરાતમાં ગાંધીનગરમાં દેશનો 3જા નંબરનો મોટો ટ્રેડ ફેર 3 દિવસ માટે શરૂ થયો છે. જાણીતી ઇન્ટરનેશનલ કેમેરા કંપનીઓથી માંડીને સ્થાનિક ટ્રેડર્સ દ્વારા પોતાની પ્રોડક્ટ્સ તથા સર્વીસીસનું પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. ટ્રેડ ફેર ખુલ્લો મુકાયાનાં પ્રથમ દિવસે જ 12 હજારથી વધુ ફોટો-વિડીયોગ્રાફરોએ મુલાકાત લીધી હતી. જયારે જાણીતી કંપનીઓ પોતાનાં કેમેરાનાં નવા મોડેલ્સ લોન્સ કર્યા છે.

ધી ચેરીટેબલ ગૃપ ઓફ ફોટોગ્રાફીક ટ્રેડ એ્ન્ડ ઇન્સ્ટ્રી એસોસિએશનનાં સેક્રેટરી સંજય પટેલે ગાંધીનગરમાં આ 3જો તથા ગુજરાતનો 10 ટ્રેડ ફેર યોજાઇ રહ્યો હોવાનું જણાવીને ઉમેર્યુ હતુ કે કેનન, ફ્યુઝી ફિલ્મ, સોની, નિકોન સહિતની મલ્ટીનેશનલ કંપની તથા ભારત અને ગુજરાતનાં મળીને 220 ટ્રેડર્સ દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.

35 હજાર વિઝીટર્સનું રજીસ્ટ્રેશન થયુ છે અને અન્ય મુલાકાતીઓ મળીને 45 હજારથી વધુ વિઝીટર્સ લાભ લેશે. ફેરમાંથી થતી આવક ગુજરાતનાં ફોટો-વિડીયો ગ્રાફર્સનાં હિત માટે વાપરવામાં આવે છે. 250 જેટલા વર્કશોપ કરીને 40 હજારથી વધુ લોકોને તાલીમ આપવામાં આવી છે.

ફેરનો ઉદેશ્ય ગ્રામ્ય વિસ્તારનાં નાના ફોટોગ્રાફર્સને નજીકમાં તમામ વસ્તુઓ મળી શકે અને મુંબઇ કે દિલ્હી જવુ ન પડે અને સાથે સાથે આ ક્ષેત્રની નવી ટેકનોલોજી અંગે જાણકારી આપવાનો છે. એસોસિએશન સાથે ગુજરાતનાં 215 ટ્રેડર્સ જોડાયેલા છે અને રાજયમાં આ ક્ષેત્રનું વાર્ષિક ટર્ન ઓવર આશરે રૂ.250 કરોડનું છે. ટ્રેડનાં પ્રથમ દિવસે કેનન તથા નિકોને પોતોનાં નવા મોડેલ લોન્ચ કર્યા હતા.

મીરરલેસ લેન્સ સાથે ફ્યુઝી ફિલ્મની રી-એન્ટ્રી
પ્રોફેશનલ ફોટો-વિડીયોગ્રાફીમાં ડીએસએલઆરની જગ્યાએ મિરરલેશ કેમેરાનો યુગ શરૂ થયો હોવાનું જણાવીને ફ્યુજીફિલ્મનાં નેશનલ બિઝનેશ મેનેજર અરૂણ બાબુએ ઉમેર્યુ હતુ કે ભારતમાં ફ્યુઝી રી-એન્ટ્રી કરવા સજ્જ છે. જેમાં ફ્યુજી પાસે મિરરલેશમાં સૌથી વધુ 30 લેન્સ છે. એક્સટી3 મોડેલને બહોળો પ્રતિસાદ મળ્યા બાદ 50 મેગાપીક્સલવાળા 50આર લાવી રહ્યુ છે. ગુજરાતનાં માર્કેટ અંગે જણાવ્યુ હતુ કે ગુજરાતનાં લોકોને ગુણવતા મળતી હોય તો પૈસા ખર્ચતા ખચકાતા નથી. ફ્યુજી ફરી વિશ્વાસ જીતશે.

અન્ય સમાચારો પણ છે...