તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહનની ટક્કર લાગતા કોલવડાનાં યુવાનનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરની ટાટા ચોકડીથી કોલવડા જતા માર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરે કોલવડાનાં યુવાનનું મૃત્યુ થવાની ઘટના સામે આવી છે.

કોલવડામાં રહેતા જયેન્દ્રકુમાર ચીમનલાલ પટેલનો 28 વર્ષિય પુત્ર નિરવ જીઆઇડીસીમાં હોસ્ટેલ ચલાવતો હતો. શુક્રવારે રાત્રે 10 વાગ્યાનાં અરસામાં નિરવ ઘરેથી બાઇક લઇને નિકળ્યા બાદ મોડે સુધી ઘરે ન આવતા જયેન્દ્રભાઇએ ફોન કર્યો હતો. ફોનની રીંગ વાગતી હતી પણ નિરવ કોલ ઉપાડતો નહોતો. વારંવાર કોલ કર્યા બાદ કોઇ અજાણ્યા વ્યકિતએ ફોન ઉપાડ્યો હતો અને નિરવનો અકસ્માત થયો હોવાનું જણાવતા પરીવારજનો દોડી ગયા હતા. ટાટા ચોકડીથી કોલવડા જતા માર્ગ પર ગરનાળા પાસે નિરવ અકસ્માતગ્રસ્ત હાલતમાં પડ્યો હતો. તાત્કાલીક ગાંધીનગર સિવિલ લઇ ગયા બાદ વધુ સારવાર માટે બેભાન હાલતમાં જ ખાનગી હોસ્પીટલમાં લઇ ગયા હતા. જયાં શનિવારે સવારે 9 વાગ્યાનાં અરસામાં નિરવનું મૃત્યુ થયુ હતુ. નિરવનાં પિતાએ અજાણ્યા વાહન ચાલક સામે ફરીયાદ નોંધાવતી વુમન પીએસઆઇ યુ એસ પટેલે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...