તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેયરના સેક્ટરમાં જ સ્ટ્રીટલાઇટ મહિનાથી ગુલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરના મેયર જે સેક્ટર 22માં રહે છે, તેમાં જ વિવિધ માર્ગ અને વિસ્તારની સ્ટ્રીટલાઇટ ગુલ થઇ ગઇ છે. અગાઉ સ્ટ્રીટલાઇટનું સંચાલન ટોરેન્ટ પાવર પાસે હતું. ત્યારના દિવસો હવે વસાહતીઓ યાદ કરતાં થઇ ગયા છે. કેમકે એક ફોન પર ફરિયાદો દુર થતી હતી. આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અશ્વીનભાઇ વ્યાસે જણાવ્યું કે જ્યારથી ઉર્જાની બચત કરતી એલઇડી સ્ટ્રીટલાઇટનું ગતકડું ચલાવાયું છે.

વસાહતીઓ રાત્રીના સમયે અંધારે અથડાતા થઇ ગયાં છે. તેમણે કહ્યું કે પાવરની બચત કરવામાં આવે છે, પરંતુ તે વસાહતીઓને દુવિધામાં મુકીને કરવામાં આવે છે. મતલબ કે દરરોજ વિવિધ વિસ્તારમાં લાઇટ બંધ રાખી દેવાય છે. પરિણામે એલઇડી લાઇટનું કામ કરનાર કંપની ધૂમ રૂપિયા કમાય છે.

અન્ય સમાચારો પણ છે...