તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વીટમાર્ટની કચોરી ફૂગવાળી હોવાનો આક્ષેપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં સેક્ટર-21માં આવેલા રાધે સ્વીટમાર્ટમાંથી લીધેલી કચોરી ફુગવાળી નીકળી હોવાનો એક ગ્રાહકે આક્ષેપ કર્યો છે. ઉવારસદમાં રહેતાં કમલેશ યોગીરાજે આક્ષેપ કરતાં કહ્યું હતું કે,‘અમે ગઈકાલે બપોરે સેક્ટર-21માં આવેલી રાધે સ્વીટમાર્ટમાંથી ઘર માટે કચોરી પેક કરાવી હતી. ઘરે જઈને જ્યારે અમે કચોરી ખોલી તો અંદર ફુગ જોવા મળી હતી.

બદનામ કરવાનો પ્રયાસ છે’
ડબલ ઋતુના કારણે વસ્તુ બગડી જાય છે આ યુવકો લઈને આવ્યા તેમા ફુગ હતી કે કેમ તે ખબર નથી પડી. તેઓ ઘરેથી વીડિયો ઉતારીને લાવ્યા હતા. જોકે, અમે આવી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફી પણ માગી લીધી હતી. જોકે તેઓ પતાવત માટે પૈસા માંગતા હતા. મહેશભાઈ સુખડિયા, રાધે સ્વીટ્સ

અન્ય સમાચારો પણ છે...