તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીન માપણીની 2174 ફરિયાદ પડતર પડી છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં આધુનિક પદ્ધતિથી જમીન માપણી કરવાની કામગીરી અંતર્ગત જમીનના ક્ષેત્રફળમાં વધારો કે ઘટાડો થવા મતલબની ફરિયાદો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. આવી 7575 ફરિયાદો છેલ્લા બે વર્ષ દરમિયાન ગાંધીનગર જિલ્લા તંત્રને મળી છે.

તંત્ર દ્વારા આ પૈકીની 5401 ફરિયાદોનો તો નિકાલ કરી દેવામાં આવ્યો છે. પરંતુ હજુ 2174 જેટલી ફરિયાદો પડતર પડી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે કલેક્ટર એસ કે લાંગાએ જણાવ્યું કે ફરિયાદોનો ક્રમાનુસાર નિકલા કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. હાલમાં જે ફરિયાદો પડતર પડી છે. તેમાં ગાંધીનગર તાલુકાની 767, કલોલ તાલુકાની 746, દહેગામ તાલુકાની 94 અને માણસા તાલુકાની 567 ફરિયાદોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...