તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીધેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર શહેરનાં સેકટર 21 શોપીંગ વિસ્તારમાં આંતરીક માર્ગ પર બેફામ ગતીએ આવતી કારે વાહન ચાલકોને અડફેટે લેતા દોડધામ મચી ગઇ હતી. આસપાસથી દોડી આવેલા લોકોએ કાર ચાલકને પકડીને સેકટર 21 પોલીસને સોપતા પીધેલો હોવાનું જાણવા મળ્યુ હતુ.

મનુ ચંદુભાઇ રાવળ નામનો રાણીપનો આ શખ્સ કાર લઇને ગાંધીનગરની વર્ધી હોવાથી આવ્યો હોવાનું પોલીસ પુછપરછમાં જણવા મળ્યુ હતુ. પોલીસે પીધેલાનો કેસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે કોઇ પિડીત ફરીયાદ કરવા ન આવતા પોલીસે પ્રોહીબીશનનો કેસ નોંધી આ અંગે વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...