• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અખંડ ભારત સંકલ્પ શૌર્ય રેલી યોજાઇ

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અખંડ ભારત સંકલ્પ શૌર્ય રેલી યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીજે સાઉન્ડ, બાઇક અને કારનો કાફલો આખા શહેરમાં ફર્યો

ગાંધીનગરમાંવિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણીના ભાગરૂપે શૌર્ય રેલીનું સોમવારે બપોરે 3 વાગે પ્રેસ સર્કલ ઘ-7 સર્કલ ખાતેથી આયોજન કરાયુ હતું. જેમાં ગાંધીનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી 500થી વધારે લોકો જોડાયા હતાં. રેલીમાં જિલ્લા વિહિપના અધ્યક્ષ અમૃતભાઇ ઠક્કર, મહાદેવભાઇ રબારી, રામસિંહજી માલીવાડ અને ભુપેન્દ્ર રાવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

વિહિપના અધ્યક્ષ અમૃતભાઇ ઠક્કરે જણાવ્યું કે, તારીખ 14મી ઓગસ્ટને 1947ના દિવસે ભારત અખંડ હતું. તેની યાદમાં સોમવારે શૌર્ય રેલીનું આયોજન કરાયું છે. રેલીનો પ્રારંભ પ્રેસ સર્કલ 7 ખાતેથી કરીને સેક્ટર 7 ભારતમાતાના મંદિરે રેલી પૂર્ણ થઇ હતી. રેલીમાં હિન્દુ ધર્મ પ્રેમીઓ અને રાષ્ટ્રપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...