• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • કોર્પોરેશનનાં કમઠાણથી નાગરિકોમાં રોષ, સતાધીશો નહીં સુધરે તો સુપરસીડ કરાશે

કોર્પોરેશનનાં કમઠાણથી નાગરિકોમાં રોષ, સતાધીશો નહીં સુધરે તો સુપરસીડ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમહાનગર પાલિકામાં કર્મચારી સાથે સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેનનાં ગેરવર્તનનાં પગલે નિર્માણ થયેલી સ્થીત તથા પક્ષાંતર ધારાની ચાલતી મેટર વગેરે કોર્પોરેશનમાં ચાલતા કમઠાણોને લઇને નાગરીકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ત્યારે ગાંધીનગરમાં સોમવારે બિન રાજકીય સંસ્થાઓનાં આગેવાનો તથા પ્રબુધ્ધ નાગરીકોની મળેવી બેઠકમાં પણ કોર્પોરેશનમાં ઉઠતી ગેરવહીવટની ફરીયાદો તથા વિવાદીત ઘટનાઓ સામે એક સૂરે આક્રોશ વ્યક્ત થયો હતો. જેમાં નાગરીકોએ ચુંટેલા હોદેદારોનાં ગેર શિસ્તની ઘટનાઓ કોર્પોરેશન માટે નહી શહેર તથા શહેરીજનો માટે પણ શરમજનક ગણાવી હતી.

ગાંધીનગર વસાહત મહામંડળનાં પ્રમુખ અરૂણભાઇ બુચનાં અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં જાગૃત નાગરીક પરીષદનાં પ્રમુખ જ્યોતિન્દ્ર દવે, સિનીયર સીટીઝન કાઉન્સીલનાં પ્રમુખ હસમુખભા શાહ, જયોતી મહિલા મંડળનાં પ્રમુખ ચેતનાબેન રાવલ તમજ ગાંધીનગરની બિનરાજકીય સેવા સંસ્થાઓનાં પ્રતિનીધીઓ હાજર રહ્યા હતા. અધ્યક્ષ અરૂણભાઇએ જણાવ્યુ હતુ કે ગાંધીનગરમાં મનપાની સ્થાપનાં થઇ ત્યારે લોકોને ઘણી આશાઓ હતી. પરંતુ લોકોની આશા ફળી નહી.

પ્રબુદ્ધ નાગરિકોની બેઠક મળી, હોદેદારોનું ગેરશિસ્ત શરમજનક

અન્ય સમાચારો પણ છે...