મધુર ડેરી દ્વારા ગુણવત્તાયુક્ત ગાંધીનગર અભિયાન શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘ગુણવત્તાયુક્તગાંધીનગર’ના સંકલ્પ સાથે રાજ્ય સરકારના મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનની પરિકલ્પના સાકાર કરવા આષાઢી બીજના દિવસે ગાંધીનગર જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લિ. મધુર ડેરીના 46મા વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘સ્વસ્થ પરિવાર, સ્વસ્થ બાળક અને સ્વસ્થ વિદ્યાર્થી’ સુત્ર સાથે ગાંધીનગરના તમામ બાળકો, યુવાનો અને મધુરના માનવંતા ગ્રાહકોને સંકલ્પના સહભાગી બનાવાશે. વિષયે વિધાર્થીઓ, યુવાનોઅને ગ્રાહકો માટે વાર્તાલાપ યોજાશે.

મધુર ડેરીના ચેરમેન ડૉ. શંકરસિંહ રાણાએ જણાવ્યું હતું કે, સરકારના સ્વછતા અભિયાનના ભાગરૂપે તમામ પાર્લર અને મધુર કાર્યક્ષેત્રના સ્થાને સ્વચ્છતા જળવાઇ રહે તે માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. રથાયાત્રા નિમિત્તે આરંભાયેલા અભિયાનમાં દરેક શાળા, કોલેજો તેમજ સ્વચ્છતા- ગુણવત્તા સાથે કાર્યરત તમામ સંસ્થાઓના સંચાલકો અને ગાંધીનગરની જનતાને અવિરત યાત્રામાં જોડાવા હાર્દિક અપીલ કરી છે. ‘ગુણવતાયુક્ત ગાંધીનગર’ વિષયે સુચનો અને માર્ગદર્શન માટે મધુર ડેરીનો સંપર્ક કરવા પણ જણાવ્યું છે. જ્યાં ગાંધીનગરના નાગરિકો પોતાના સુચનો રજુ કરી શકશે.

સ્વસ્થ પરિવાર, સ્વસ્થ વિદ્યાર્થીના સુત્ર સાથે નગરજનોને સંકલ્પમાં સહભાગી બનાવાશે

અન્ય સમાચારો પણ છે...