LDRP કોલેજમાં આઈટીની ટ્રેનીંગ યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરસ્થિત કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એલડીઆરપી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓના સર્વાંગી વિકાસ માટે ટેક્નિકલ કાર્યક્રમોનું પણ આયોજન કરતી હોય છે. જેના ભાગરૂપે કોલેજના કોમ્પ્યુટર એન્જિનિયરીંગ અને ઇન્ફોમેશન ટેકનોલોજી વિભાગ દ્વારા 2 સપ્તાહનો રાજ્યકક્ષાનો શોર્ટ ટર્મ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેમાં પહેલા સપ્તાહમાં ‘ઇન્ટરનેટ ઓફ થીંક-એપ્લિકેશન એન્ડ રીસર્ચ પરસ્પેક્ટીવ પ્રોગ્રામમાં 54 ટેકનીકલ ઇન્સ્ટિટ્યુટ ભાગ લીધો હતો. જ્યારે બીજા સપ્તાહમાં ‘ક્લાઉડ કોમ્પ્યુટરીંગ ટ્રેન્ડ, ટેકનોલોજી અને રીસર્ચ પ્રોગ્રામમાં 39 ફેકલ્ટીઓએ ભાગ લીધો હતો. ચેરમેન વલ્લભભાઇ પટેલે જણાવ્યું હતું કે, ખાસ કરીને કમ્પ્યુટર એન્જિનિરીંગ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શાખામાં નવા નવા ડેવેલપમેન્ટ થતાં રહેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...