• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • વારંવાર ખોટકાતા એક્સ રે મશીન, કર્મીઓની વ્હાલા દવલાંની નીતિ

વારંવાર ખોટકાતા એક્સ રે મશીન, કર્મીઓની વ્હાલા-દવલાંની નીતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સિટીસ્કેન સ્વપ્નમાં પણ નશીબ થતુ નથી. ત્યારે એક્સ રે મશીન કાર્યરત છે તેની હાલત પણ નાદુરસ્ત રહે છે. વારંવાર ડચખા ખાતા મશીનથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિલના કર્મચારીઓ દર્દીઓને દર્દથી બચાવી શકતા નથી, ત્યારે વધુ દર્દ આપતા હોય તેમ એક્સ રે ટેશનીશિયનો પોતાની મનમાની ચલાવી માનિતા દર્દીઓને પાછલા બારણેથી અંદર ઘુસાડી રહ્યા છે. દર્દીઓમાં ખૂબ જ રોષ જોવા મળે છે.

સિવિલમાં છાશવારે મશીન બંધ થઇ જાય છે. પરિણામે દુર ગામડેથી આવેલા દર્દીઓને મશીન ચાલુ થાય ત્યા સુધી રાહ જોવી પડે છે. મશીનની સાથે ફરજ બજાવતા એક્સ રે ટેકનીશિયનોની દાદાગીરી અને મનમાનીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. મહિલા કર્મચારીની દાદાગીરી એટલી હદે વધી થઇ છેકે તેઓ કોઇને ગાંઠતા નથી. દર્દીઓ સાથે અસભ્ય વ્યવહાર કરવામાં પાછીપાની કરતા નથી. વારંવાર મળતી ફરિયાદથી સિવિલ સત્તાધિશોએ હાકી કાંઢી હતી. પરંતુ ઉચ્ચકક્ષાએથી આવેલા દબાણથી પુન: નોકરી પર લેવામાં આવ્યા છે.

સિવીલમાં વારંવારં એક્ષરે મશીન બગડતા દર્દીઓને હેરાન થવું પડે છે. ત્યારે કર્મચારીઓ પોતાના સગા-સંબંધીયોને પહેલા સારવાર આપે છે.

અન્ય સમાચારો પણ છે...