ખોરજ દારૂ કેસમાં બુટલેગરના પાંચ દિવસના રીમાંડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભા ચૂંટણી પહેલા ખોરજ પાસેથી રૂ. 2.20 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો હતો. પરંતુ દારૂ લાવનાર બુટલેગર પોલીસ પકડથી દુર ભાગતો ફરતો હતો. પોલીસે અમદાવાદથી ટ્રાન્સફર વોરંટ દ્વારા ગાંધીનગર લાવી તપાસ હાથ ધરી હતી. જેને આજે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે પાંચ દિવસના રીમાંડ મંજુર કર્યા હતા.

અડાલજ પોલીસે ખોરજ પાસેથી 2.20 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો હતો. મુખ્ય સૂત્રધાર ફરાર હતો. પોલીસે પરસેવો પાડ્યા બાદ અમદાવાદથી ઝડપી લેવાયો હતો. દારૂ પ્રકરણમાં બે આરોપીઓને પહેલા રીમાન્ડ પર મોકલી દેવાયા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર જીજ્ઞેશ ઉર્ફે ગીગો મહેશ પટેલને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયાે હતો.

અન્ય સમાચારો પણ છે...