• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • હાઉસ ટુ હાઉસ મેલેરિયા સર્વેની કામગીરીમાં તાવનાં 446 કેસો મળ્યા

હાઉસ ટુ હાઉસ મેલેરિયા સર્વેની કામગીરીમાં તાવનાં 446 કેસો મળ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની મેલેરીયા શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા હાઉસ ટુ હાઉસ મેલેરીયા સર્વેમાં પ્રતિદીન તાવના તથા મચ્છરોનાં બ્રીડીંગ મળવાનાં કેસો વધી રહ્યા છે. ત્યારે શુક્રવારે ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવેલા સર્વેમાં 53283 ઘરોને આવરી લેવામાં આવ્યા હતા.

આ ઘરોમાં રહેતા પરીવારોનાં સભ્યોની તપાસ કરતા 446 તાવનાં દર્દીઓ મળી આવ્યા હતા. જયારે 1397 સ્થળેથી મચ્છરોનાં બ્રીડીંગ મળ્યા હતા. જો કે તાવનાં કેસો મળવા સામાન્ય છે. કારણ કે કોઇ ઝેરી કે મચ્છરજન્ય બિમારીનો તાવ હજુ સુધી સામે આવ્યો નથી. પરંતુ વરસાદી દીવસોમાં આટલા મોટા પ્રમાણમાં મચ્છરોનાં બ્રીડીંગ મળવા લાલબતી સમાન છે. આરોગ્યનાં કર્મચારીઓ દ્વારા સર્વેમાં તો બ્રીડીંગનો નાશ કરવામાં આવી રહ્યો છે. પરંતુ નાગરીકો પણ કાળજી નહી રાખે તો ગમે ત્યારે મચ્છરજન્ય મેલેરીયા, ડેન્ગ્યુ જેવી બિમારીઓ માથુ ઉંચકી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...