બોરીજનાં દુકાન માલિક સામે જાહેરનામા ભંગની ફરિયાદ
ગાંધીનગર| ગાંધીનગરપાસેનાં બોરીજ ગામે વચલા પરામાં રહેતા કમાભાઇ બબાભાઇ રબારીએ પોતાની માલીકીની દુકાન ભાડેથી આપીને પોલીસને જાણ કરતા બાબતની જાણ એસઓજીને થઇ હતી. એસઓજીની ટીમે તપાસ કરીને કમાભાઇ સામે મેજીસ્ટ્રેટનાં જાહેરનામા ભંગની ફરીયાદ સેકટર 21 પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરીયાદનાં આધારે પોલીસે કમાભાઇ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.