• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સરકારી શાળાઓ ખાનગી સંસ્થાઓને સોંપી પરંતુ પરિણામ તો ઠેરના ઠેર

સરકારી શાળાઓ ખાનગી સંસ્થાઓને સોંપી પરંતુ પરિણામ તો ઠેરના ઠેર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગરનીસ્થાપના કરતા સમયે સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવાનુ અભય વચન આપ્યુ હતું. પરંતુ સમયની સાથે અભય વચનો નિર્ભય વચનો બની રહ્યા છે. શહેરમાં એક સેક્ટરમાં બે પ્રાથમિક અને ત્રણ સેક્ટરે એક માધ્યમિક શાળાનો નિર્ણય કરાયો હતો. હવે નબળા પરિણામ લાવનાર સરકારી શાળાઓને ખાનગી સંસ્થાઓને સોપી રહી છે. પરંતુ ખાનગી સંસ્થાઓના નિર્ણય પછી પણ પરિણામ ફેરફાર થયો નથી. શાળાનુ સંચાલન કરનાર સંચાલકે એક વર્ષમાં વિદ્યાર્થીઓના પરિણામમાં 20થી 30 ટકાનો ફેરફાર થયો હોવાનુ જણાવ્યું હતું.

પાટનગરમાં સેક્ટરોની સુવિધાઓ ધીરેધીરે ઓછી થઇ રહી છે. બાગ બગીચાઓ સુના કચ્છના રણ જેવા થઇ ગયા છે. જ્યારે પોલીસ ચોકીઓ માત્ર મકાન બની રહી છે. જ્યારે સરકારી શાળાઓની વાત થાય તેમ નથી. ગાંધીનગર શહેર વસાહત મહામંડળના અરૂણ બૂચે કહ્યું કે શહેરના સેક્ટર 14થી 16, 20થી 22 તથા 24, 29 અને 30ની માધ્યમિક શાળાઓને ક્રમશ: ખાનગી સંસ્થાઓ તથા સરકારના અન્ય વિભાગોને સોપી દેવાઇ છે.

સતત નબળા આવતા પરિણામથી સરકારે શાળાઓને ખાનગી સંસ્થાઓને સોપી છે. પરંતુ તમામ શાળાઓના પરિણામ ઉપર નજર નાખવામા આવે તો કોઇ ખાસ ફેરફાર થયો નથી. સરકાર સંસ્થાઓને વર્ગદીઠ સહાય પુરી પાડે છે. મકાનો, સ્ટાફ તથા મેદાનો પણ સરકાર પુરી પાડે છે તો શા માટે સંચાલન કરવામાં પીછે હઠ કરે છે. ખાનગીકરણ અને વાલીઓને થતો અન્યાય રોકવા વધુમાં કહ્યું હતું.

સરકારી શાળાઓનુ સંચાલન કરનાર ચેરમેન વલ્લભભાઇ પટેલે કહ્યું કે સરકાર પાસે શાળા હતી ત્યારે શાળાનુ પરિણામ 19 અને 10 ટકા આવતુ હોય તેનુ પરિણામ 50 ટકા જેટલુ વધારે આવ્યું છે. સાયન્સની શાળામાં 20થી 30 ટકા જેટલુ પરિણામ વધ્યું છે. સંસ્થા પાસે પ્રથમ વર્ષ થયું છે. છતા પરિણામમાં આટલો મોટો સુધારો થયો છે. પાયો કાચો હોય એટલે પરિણામ સુધારવામાં સમય લાગે છે. અમારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ હજુ બે વર્ષ અભ્યાસ કરશે ત્યારે તેમનુ પરિણામ ચોક્કસ વધુ આવશે. સંસ્થા બાળકો પાસેથી એક પણ રૂપિયો લેતી નથી.

સરકારે શાળા સોપ્યા બાદ એક વર્ષમાં પરિણામમા 20થી 30 ટકાનો ફેરફાર થયો છે : વલ્લભભાઇ પટેલ

અન્ય સમાચારો પણ છે...