• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • મોટેરા ગામમાં છેલ્લા 2 વર્ષથી પતરાના શેડમાં ચાલતી શાળા

મોટેરા ગામમાં છેલ્લા 2 વર્ષથી પતરાના શેડમાં ચાલતી શાળા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજથીબે વર્ષ અગાઉ ગુણોત્સવ દરમિયાન મુખ્યમંત્રી મોટેરાની શાળાની મુલાકાત લેવાના હોઇ ખંડેર જેવા 3 જર્જરીત ઓરડા રાતોરાત તોડી નંખાયા હતાં. તંત્રની આબરૂ સાચવવા માટે તોડી નંખાયેલા શાળાના ઓરડા આજ સુધી બાંધવામાં આવ્યા નથી. તેના કારણે ધો-6ના 2 વર્ગના વિદ્યાર્થીઓને પતરાના શેડ નીચે બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે.

સોમવારથી શરૂ થયેલા શાળા શહેરી પ્રવેશોત્સવમાં ગાંધીનગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ગીતાબેન પટેલે મોટારા ગામની શાળાના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. તે સમયે તેમની સમક્ષ ગ્રામજનોએ તંત્રની પોલ ખુલી નાંખી એવો આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 2 વર્ષથી નવા ઓરડા બાંધવા માટે મંજૂરી મળી ગઇ હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઇ અગમ્ય કારણોસર 3 ઓરડાનું નિર્માણ થયુ નથી અને વિદ્યાર્થીઓને ઉનાળાની ગરમીના સમયે પતરાના શેડ નીચે બેસવાની ફરજ પડી રહી છે.

ગીતાબેન પટેલે અંગે જણાવ્યું કે અમદાવાદ જેવા મેગા સિટીને અડીને આવેલી ગાંધીનગર જિલ્લાના શહેરી વિસ્તારની મોટેરા ગામની શાળામાં આવી ગંભીર પરિસ્થિતિમાં બાળકો ભણી રહ્યાં છે. તે સરકાર માટે નામોશીભરી બાબત છે. તેમણે એમ પણ કહ્યું કે મોટેરા ગામની પ્રાથમિક શાળાના બાળકો મોકળાશથી બેસીને મધ્યાહ્ન ભોજન લઇ શકે તેવા આશયથી પતરાનો શેડ એક દાતાએ બનાવી આપ્યો હતો. તે શેડનો ઉપયોગ આજે છેલ્લા 2 વર્ષથી ધોરણ-6ના અને વર્ગના બાળકોને બેસાડવા માટે થઇ રહ્યો છે.

બાળકોના ભોજનમાં ભાતના બદલે બાફેલા પૌઆં

ચાંદખેડાની આંગણવાડીના મધ્યાહ્ન ભોજનમાં ભાતની જગ્યાએ પૌઆનો ભાત બનાવીને વહેચવામાં આવ્યો હતો.

બે વર્ષ પૂર્વે તોડી પડાયેલા ઓરડાનું નિર્માણ કરવાની તંત્રને હજુય ફુરસદ નથી

મધ્યાહ્ન ભોજનમાં ચોખાના સ્થાને બાફેલા પૌઆંનો ભાત બનાવીને બાળકોને પિરસવામાં આવ્યો હોવાનું ગીતાબેન પટેલે કહ્યું હતું. તેમણે કહ્યું કે પૌઆ સાથે દાળઢોકળી બનાવી હતી. પ્રકારનું ભોજન આપી બાળકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યાં છે. મોંઘવારી વધવાની સાથે વડાપ્રધાને મધ્યાહ્ન ભોજનના બજેટમાં વધારો કરવો જોઇએ, તેના બદલે તેમણે મધ્યાહ્ન ભોજન યોજનાના બજેટમાં કાપ મૂકી કુપોષિત બાળકોની હાંસી ઉડાવી છે.

મુખ્યમંત્રીતો ના આવ્યાં પણ ત્રણ ઓરડા તૂટી ગયા

વર્ષ2014માં 26મી નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ગુણોત્સવ દરમિયાન મોટેરાની શાળામાં મુલાકાત લેવાના હોવાનો કાર્યક્રમ જાહેર થઇ ગયો હતો. ત્યારે શાળાના 3 ઓરડાની હાલત જર્જરીત હોવાથી તંત્રની આબરૂ બચાવવા રાતોરાત 3 ઓરડા તોડી નંખાયા હતાં. પરંતુ છેલ્લા ઘડીએ મુખ્યમંત્રીનો કાર્યક્રમ બદલાઇ જતાં તેઓ મોટેરાની શાળાના બદલે અન્ય શાળામાં ગયા હતાં. આમ મુખ્યમંત્રી તો આવ્યાં પણ શાળાના 3 ઓરડા તૂટી ગયા હતાં. તે આજ સુધી હજુ બન્યા નથી.

કશુયઆવડતુ હોય તેવા બાળકોને ‘એ’ ગ્રેડ

શાળાપ્રવેશોત્સવ દરમિયાન પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા કથળી હોવાના પુરાવા બહાર આવ્યા હતાં. ગ્રેડ ‘એ,બી અને સી’ કેટેગરીમાં મુકાયેલા બાળકો સામાન્ય પ્રશ્નોના જવાબ પણ આપી શકતા હતાં. તે જોતા એવો ઘટસ્ફોટ થયો હતો કે કશુ આવડતુ હોય તેવા બાળકોને ‘એ’ ગ્રેડમાં મુકીને તંત્રએ સરકારની વાહવાહમાં સુર પુરાવી હોતી..હૈ..ચલતી હૈ..ની બેદરકારી વધુ એક વખત ઉજાગર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...