એસીબીમાં પકડાયા...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસીબીમાં પકડાયા...

ખરાઇકરીને નોંધ રાખવામાં આવે છે. જેમાં જે તે જિલ્લામાં નાગરીકો દ્રારા મેરીજ સર્ટીફેકટ માટે કરાતી અરજીઓ બાદ મેરેજ સર્ટીફિકેટની ખરાઇ પણ નોંધણી નિરીક્ષકની ઓફિસમાં કરવામાં આવે છે. ત્યારે અમદાવાદનાં એક અરજદાર મદદનીશ નોંધણી નીરિક્ષક (આસિસટન્ટ ઇન્સ્પેકટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન) પ્રતાપસિંહ એસ. રાઠોડ પાસે મેરેજ સર્ટીફિકેટની ખરાઇ કરાવવા માટે આવ્યા હતા. નિરીક્ષકે સર્ટીફિકેટ માટે જરૂરી દસ્તાવેજો ચકાસીને ખરાઇ કરવાની હોય છે. પરંતુ અરજદારની અરજીમાં તમામ દસ્તાવેજો હોવા છતા રૂ. 1500ની લાંચ માંગી હતી.

અરજદારે પછી પૈસા સાથે આવવાનું જણાવીને ત્યાંથી નીકળી જઇને ગાંધીનગર એસીબીનાં પીઆઇ એમ. જે. ક્રિશ્રિયન સમક્ષ બાબતે અરજી કરી હતી. જેના પગલે પીઆઇ ક્રિશ્રિયને ટીમને તૈયાર કરીને અરજદારને પૈસા સાથે કચેરીમાં મોકલીને છટકુ ગોઠવ્યુ હતુ. જયાં મદદનીશ નોંધણી નીરિક્ષક પ્રતાપસિંહ રાઠોડને મેરેજ સર્ટીફિકેટની ખરાઇ માટે રૂા. 1500ની લાંચ તો લીધી પણ સાથે સાથે તેમના કલાર્કને પણ રૂ. 50 આપવા ફરમાન કર્યુ હતું. જેના પગલે કલાર્ક હિતેષ ચૌધરીએ પણ ગેરકાયદે રૂા. 50 અરજદાર પાસેથી લઇને લાંચ લીધી હતી. બંનેએ રોકડ રકમ સ્વીકારતાની સાથે ગાંધીનગર એસીબીની ટીમે પહોચી જઇને બંને શખ્સને લાંચની રકમ સાથે ઝડપી લીધા હતા.

એસીબીના સુત્રોના વધુમાં જણાવ્યાનુંસાર અરજદારે જણાવ્યુ હતુ કે આરોપી પ્રતાપસિંહ રાઠોડ લાંચ લેવા ટેવાયેલો છે. અન્ય અરજદારો પાસેથી પણ રૂા. 500થી રૂા. 1500 સુધીની રકમ ઉઘરાવતો હતો. ત્યારે પ્રતાપસિંહની ધરપકડ બાદ અન્ય અરજદારો પણ બાબતે ફરિયાદ કરવા સામે આવે તેવી શકયતા છે.

અનુસંધાન પાના નં.1 પરનું

અન્ય સમાચારો પણ છે...