• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |દહેગામ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી નવાપુરા શાળામાં શહેરના નિવૃત

ગાંધીનગર |દહેગામ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી નવાપુરા શાળામાં શહેરના નિવૃત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |દહેગામ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી નવાપુરા શાળામાં શહેરના નિવૃત પ્રોફેસર પૃથ્વી શાહ દ્વારા તમામ 70 વિદ્યાર્થીઓને નોટબૂક, પેન્સીલ, રબર, સંચો તથા શિક્ષણની સામગ્રીનુ દાન કરવામાં આવ્યું હતું. અંતરિયાળ વિસ્તારના ગરીબી રેખામાં જીવતા નાગરિકોના બાળકોને પ્રો શાહે અભ્યાસ કરવામાં કોઇ કચાસ રાખતા તેમ કહ્યું હતું. કાર્યક્રમમાં કૌશિકભાઇ જોશી, એડીશનલ રજીસ્ટ્રાર સહકારી મંડળી તથા જયકૃષ્ણ શાહ, જોઇન્ટ રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ હાજર રહ્યા હતાં. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રીનો યોગ્ય ઉપયોગ કરીને આગળ વધવાનુ જણાવ્યું હતું. જ્યારે વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કરાવ્યો હતો. પ્રસંગે શાળાના આચાર્ય વિષ્ણુભાઇ પ્રજાપતિએ મહેમાનોનુ સ્વાગત કર્યુ હતું

નવાગામની શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રીનું દાન કરાયુ

અન્ય સમાચારો પણ છે...