• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • મંગળવારથી મસાલા પુરી, બુંદી અને મરચાના ફૂડ પેકેટ બનાવાયા

મંગળવારથી મસાલા પુરી, બુંદી અને મરચાના ફૂડ પેકેટ બનાવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂરગ્રસ્તો વ્હારે આવવા સંકલન સમિતિની અપીલથી દાનનો ધોધ

રાજ્યમાંઅનરાધાર વરસાદથી અનેક જિલ્લાઓમાં તારાજી સર્જાઇ છે. બનાસકાંઠામાં લોકોની ઘર વખરી સહિત્ પશુઓ પાણીમાં તણાઇ ગયા છે. તારાજીનો ભોગ બનેલાઓની વ્હારે આવવા ગુજરાત રાજ્ય સંકલન સમિતિના પ્રમુખ વિષ્ણુભાઇ પટેલ દ્વારા સરકારી કર્મચારીઓને એક દિવસનો પગાર આપવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે અપીલ બાદ દાનનો ધોધ વહ્યો છે. અનેક કચેરીઓ દ્વારા કર્મચારીઓ પાસેથી ફાળો એકત્ર કરી આપવામાં આવી રહ્યો છે. જેમાં અત્યાર સુધી દોઢ લાખ કરતા વધારે રમકનો ફાળો મળ્યો છે અને હજુ પણ ફાળો મળી રહ્યો છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાંથી મોટા પ્રમાણમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા બનાસકાંઠામાં ફૂડ પેકેટ્સ મોકલવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના પ્રમુખ વિષ્ણુભાઇ પટેલે રાજ્યના કર્મચારી, અધિકારી, પેન્શનર સહિત તમામને એક દિવસનો પગાર પુર હોનારતમા આપવા અપીલ કરી હતી. અપીલને માન આપીને કચેરીઓ દ્વારા ફાળો આપવામાં આવી રહ્યો છે. કર્મચારી ફૂલ નહિં તો ફૂલની પાંખડી સમાન ફાળો આપી રહ્યા છે. સચિવાલય બ્લોક 8 પાસે ચોવિસ કલાક રસોડુ ધમધમાવવામાં આવી રહ્યુ છે.

જેમાં ખોરાક ઔષધ નિયમન કચેરીમાંથી 36500, આરટીઓ મંડળમાંથી 10 હજાર, પેન્શન અને પ્રોવિડન્ડ ફંડ કચેરીમાંથી 25551, કમિશ્નર શાળાઓની કચેરીમાંથી 25 હજાર સહિત 5 હજાર સુધી મોટાભાગની કચેરીઓ દ્વારા રોકડ રકમનો ફાળો એકત્ર કરીને કર્મચારી સંકલન સમિતિને અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...