• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • 108નાં સ્ટાફે દર્દીનાં 92 હજાર તથા દાગીના પરિવારને સોંપ્યા

108નાં સ્ટાફે દર્દીનાં 92 હજાર તથા દાગીના પરિવારને સોંપ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદનાંચાંદલોડીયાનાં રહેવાસી હર્ષદભાઇ પ્રજાપતિ શનિવારે સાંજનાં સુમારે પોતાનું એક્ટીવા લઇને અડાલજ મહારાજ હોટેલથી અડાલજ ગામ તરફ જતા માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે કોઇ અજાણ્યુ વાહન ટક્કર મારીને નાસી જતા હર્ષદભાઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. 108ને લોકોએ જાણ કરતા અડાલજ પોઇન્ટનાં પાઇલોટ ભરતભાઇ રાવળ તથા ઇએમટી અમિત પટેલ સ્થળ પર પહોચ્યા હતા. જેમાં અર્ધ બેભાન હાલતમાં પડેલા હર્ષદભાઇ પાસેથી રૂ. 92060ની રોકડ, 2 મોબાઇલ ફોન તથા સોનાની માળા અને ચેઇન મળ્યા હતા. 108 સ્ટાફે રકમ તથા દાગીનાં સાચવીને સાથે રાખીને હર્ષદભાઇને ગાંધીનગર સિવિલ લાવ્યા હતા. હર્ષદભાઇ ભાનમાં આવતા તેમનાં પરીવારજનોને બોલાવીને પૈસા તથા દાગીનાં પરત કરીને નિતીમતા દાખવી હતી. હર્ષદભાઇનાં પરીવારજનોએ અમીતભાઇ તથા ભરતભાઇનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...