તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિજિટલ એક્સ રે સપ્તાહથી બંધ, રોજ 300 દર્દી ખાનગીના આશરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિવિલ સત્તાધીશોએ ખાનગી હોસ્પિટલો સાથે સેટિંગ કર્યાની ચર્ચા

ગાંધીનગરનીહોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી સીટીસ્કેન મશીન તો બંધ છે જ, પરંતુ એક સપ્તાહથી ડીઝીટલ એક્સ રે મશીન પણ બંધ થઇ ગયુ છે. રોજના 300 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં એક્સ રે પડાવવા મજબુર બની જઇ રહ્યા છે. એમઆર તો તબીબોને સાચવી રહ્યા છે ત્યારે શુ સિવિલ સત્તાધિશોએ શહેરના રેડીયોલોજીસ્ટો સાથે સેટીંગ કર્યુ છેકે શુ તેવી એક ચર્ચા સિવિલમાં ચાલી રહી છે.

રાજ્યના આરોગ્ય પ્રધાન કોઇ પણ હોસ્પિટલમા દવાના હોય તો માત્ર એક ફોન કરવાની સુફિયાણી વાતો કરી રહ્યા છે. પરંતુ દવાઓના હજુ પણ ઠેકાણા પડતા નથી. ત્યારે તેમની કચેરીથી માત્ર બે કીલોમીટર દુર આવેલી પાટનગરની હોસ્પિટલમાં ઓર્થોપેડીક દર્દીઓની સારવારના ઠેકાણા નથી. સિવિલમાં જ્યારે તમામ એક્સ રે મશીન જીવીત હતા તે દરમિયાન રોજના 500 કરતા પણ વધારે એક્સ રે પાડવામાં આવતા હતા. પરંતુ ગત શુક્રવારનુ ડીઝીટલ એક્સ રે મશીન બંધ થઇ ગયુ છે. એન્જિનિયરો આવીને મથામણ કરીને પાછા ચાલ્યા જાય છે. પરંતુ મૃતપાય બની ગયેલા એક્સ રે માં જીવ પુરી શકતા નથી.

છેલ્લા એક સપ્તાહથી સિવિલમાં એક્સ રે મશીન બંધ હાલતમાં છે. પરંતુ સિવિલ સત્તાધિશો દ્વારા કોઇ ગંભીરતા બતાવવામાં આવતી નથી. હાલમાં માત્ર સામાન્ય હોય તેવા એક્સ રે પાડવામાં આવી રહ્યા છે.

ઓપરેશનમાં જરૂરી હોય તેવા એક્સ રે પાડવામાં આવી રહ્યા છે. બાકીના દર્દીઓને ખાનગી રેડીયોલોજીસ્ટ પાસે એક્સ રે પડાવી લેવા કહેવામાં આવે છે. શુ સિવિલ સત્તાધિશોએ ખાનગી રેડીયોલોજીસ્ટ સાથે કમિશન બાંધી દીધુ છેકે શુ ? શા માટે ગરીબ દર્દીઓની સારવાર વિનામૂલ્યે થઇ જાય તે માટે કામગીરીમાં ઝડપ કરવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...