તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

10 PSIને PIની બઢતી સાથે બદલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંબદલીઓનો દોર ચાલી રહ્યો છે. ગાંધીનગર જિલ્લા પોલીસ બેડામાં પણ બદલી કરાઇ છે. જિલ્લાના 10 પીએસઆઇને પ્રમોશન આપી બદલી કરાઇ છે. જ્યારે એક પીએસઆઇને અન્ય જિલ્લામાંથી બઢતી આપી ગાંધીનગરમાં મુકવામાં આવ્યા છે. જિલ્લામાંથી બઢતી આપવામાં આવી છે તેવા પીએસઆઇમાં એચ એન જાડેજાને ઇન્ટેલીજન્સમાં, પી આર મેટાલીયાને ભરૂચ, આઇ વી રબારીને અમરેલી, જે બી ચાવડાને એસીબીમાં, એસ ચૌધરીને વડોદરા શહેરમાં, આર એન વાઘેલાને ઇન્ટેલીજન્સમાં, વી એલ બોડાણાને સીઆઇડી ક્રાઇમ, ડી એન ઓઝાને અમદાવાદ શહેરમાં, જે એન ખાંટને બનાસકાંઠામાં પીઆઇની બઢતી આપી મુકવામાં આવ્યા છે. જ્યારે વી ડાભીને વલસાડથી ગાંધીનગરમાં બદલી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...