તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવિલમાં મચ્છરના બ્રિડીંગ મળતા ફફડાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેલેરિયાના 1 સહિત નવા 52 તાવના દર્દી મળ્યાં

રોગમાંથી મુક્તિ અપાવવાનું સ્થળ મહામારીનું ઉત્પત્તિસ્થાન!!

અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ અપાયો છે. બીજી બાજુ સેક્ટર 8માં આવેલી આદર્શ નિવાસી શાળાના સંકુલમાં પણ મચ્છરના પોરા મળી આવતાં આરોગ્ય અધિકારીઓ હરકતમાં આવી ગયા હતાં અને દરેક સ્થળે પોરાનાશક કાર્યવાહી કરવામાં આવી હતી.

શહેરી મેલેરિયા આયોજનના બાયોલોજીસ્ટ પટેલના જણાવવા પ્રમાણે પાટનગરમાં ચલાવાઇ રહેલી મચ્છર અને મેલેરિયા વિરોધી ઝુંબેશના ત્રીજા દિવસે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં શ્રીરાજ કન્સ્ટ્રક્શનની બાંધકામ સાઇટ પર ધાબે તપાસ કરવામાં આવી ત્યાં ડેન્ગ્યું મચ્છરના બ્રિડીંગ મળી આવ્યા હતાં. મહાપાલિકા વિસ્તારમાં ઉપરાંત બે બાંધકામ સાઇટ પર તપાસ કરાઇ તેમાં વાંધાજનક કંઇ મળ્યુ હતું. હવે શ્રીરાજ કન્સ્ટ્રક્શન કંપનીને નોટિસ અપાશે.

વધુમાં કહ્યું કે ગુરુવારે વધુ 1, 256 સ્થળે મચ્છરના બ્રિડીંગ મળી આવતાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. કુલ 47 શાળાઓમાં અને 42, 170 ઘરમાં મળીને પાણીના 1, 69, 508 પાત્રની તપાસ કરવામાં આવી હતી. જેમાં સેક્ટર 8માં આદર્શ નિવાસી શાળામાં મચ્છરના બ્રિડીંગ મળ્યા હતાં.

સેક્ટર 8ની સરકારી શાળાના કેમ્પસમાં પણ મચ્છરના પોરા મળી આવતા તંત્રમાં દોડધામ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી નવનિર્મિત આરોગ્ય વિભાગની કચેરીની છત પરથી મચ્છરોના બ્રીડીંગ મળી આવતા તંત્ર ઊંઘતું ઝડપાયું હતું જેના પગલે સાઈટના કોન્ટ્રાક્ટરને નોટિસ આપી હતી -કલ્પેશભટ્ટ

ગુરુવારે મહાપાલિકા વિસ્તારમાં મેલેરિયા તાવનો પ્રથમ દર્દી મળી આવ્યો હતો. ઉપરાંત સાદા તાવના નવા 52 દર્દી મળી આવતાં મચ્છર જન્ય રોગચાળો વકરે તેવા અણસાર મળી રહ્યાં છે. સાથે મહાપાલિકા વિસ્તારમાં તાવના દર્દીઓની સંખ્યા 187 પર પહોંચી છે.

પાણીના6, 443 ખાબોચિયામાં દવાનો છંટકાવ

મચ્છરનીઉત્પત્તિ રોકવા માટે આરોગ્ય શાખા દ્વારા 20 ટીમને કામે લગાડવામાં આવી છે અને શહેરમાં પાણીના કુલ 6, 443 ખાબોચિયામાં જંતુનાશક બીટીઆઇ દવાનો છંટકાવ કરવાની સાથો સાથ જ્યાં જરૂર જણાય ત્યાં બળેલા ઓઇલનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે.

બાંધકામ સાઈટમાં કોન્ટ્રાક્ટરે દાખવેલી બેદરકારી બદલ કાયદેસરની કાર્યવાહીનો કમિશનરનો આદેશ

અન્ય સમાચારો પણ છે...