તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IIT-Gn સાથે GUVNLએ ઉર્જા અંગેના MOU કર્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઈઆઈટી-ગાંધીનગર ખાતે ડેવલપ થયેલાં રિસર્ચ પાર્કમાં GUVNLના સભ્યો.

િસટી રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતઉર્જા નિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા ગાંધીનગરના પાલેજ ખાતે આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજી(આઈઆઈટી) ગાંધીનગર સાથે એમઓયુ સાઈન કર્યા છે. એમઓયુમાં આઈઆઈટી ગાંધીનગરના કેમ્પસમાં ડેવલપ થઈ રહેલા 26,000 સ્કેવર ફીટના રિસર્ચ પાર્કમાં આર એન્ડ ડી યુનિટ શરૂ કરાશે. જેમાં ઈન્ડસ્ટ્રીઝના પ્રોબ્લમનું કેવી રીતે સોલ્યુશન લાવી શકાય? અને નવા ઈનોવેશને કેવી રીતે વેગ આપી શકાય? તે પ્રકારની પ્રવૃતિઓ હાથ ધરાશે. અંગે આઈઆઈટીના ડિરેક્ટર સુધીર જૈને કહ્યું કે, ‘આઈઆઈટી ગાંધીનગર ખાતે આવેલા રિસર્ચ પાર્ક ઈન્ડસ્ટ્રીઝના પ્રશ્નોનું આઈઆઈટીની એક્સપર્ટ ફેકલ્ટી અને સ્ટુડન્ટસ પાસેથી સોલ્યુશન લાવી આપતુ માધ્યમ છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ સાથે મળીને અમે ઉર્જાના ક્ષેત્રે શુ નવુ થઈ શકે? તેના પર રિસર્ચ કરીશુ. સાથે નિગમને ફેસ કરવા પડતી વિવિધ સમસ્યાઓનું ક્રિએટિવ સોલ્યુશન લાવીશુ. એમઓયુ દ્વારા ગુજરાત વિકાસ નિગમના વિવિધ પ્રશ્નોનું અને ગુજરાતમાં ઉર્જાના નવા ક્ષેત્રો પર જોઈન્ટ રિસર્ચ વર્ક હાથ ધરાશે.’

અન્ય સમાચારો પણ છે...