તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • પરીક્ષા પાસ કર્યા બાદ પ્રમોશન માટે 56 માસ નોકરીનો નિયમ હટાવવા માંગણી

પરીક્ષા પાસ કર્યા બાદ પ્રમોશન માટે 56 માસ નોકરીનો નિયમ હટાવવા માંગણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીનિયર કલાર્કની જગ્યા અપગ્રેડ કરવા રાજ્ય પંચાયત સેવા કર્મચારી મંડળની માગણી

ગુજરાત રાજય પંચાયત સેવા કર્મચારી મહામંડળનાં નવા વરાયેલા પ્રમુખ પ્રકાશભાઇ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે હોદેદારોની વરણી સાથેની પ્રથમ સભામાં વિવિધ મુદ્દે ચર્ચા કરીને ઠરાવ કરાયા હતા. જેમાં ઉચ્ચતમ પગાર ધોરણ 10,20 અને 30નાં મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી, મહેસુલ વિભાગમાં કલાર્કમાંથી સીધી નાયબ મામલતદાર તરીકે બઢતી ળે છે. જયારે પંચાયતમાં કલાર્કમાંથી સીનીયર કલાર્ક થાય અને ત્યાર બાદ નાયબ મામલતદારની સમકક્ષ નાયબ ચીટનીશનો હોદ્દો મળે છે. ત્યારે સિનીયર કલાર્કની જગ્યા અપગ્રેડ કરીને નાયબ ચીટનીશ બનાવવામાં આવે તે જરૂરી છે. જયારે નાયબ ચીટનીશ દ્વારા વર્ગ 2ની પરીક્ષા પાસ કર્યા બાદ પણ તે વર્ગમાં ડીડીઓ જેવી જગ્યા પર પ્રમોશન મળતુ નથી. સરકારનાં પ્રવર્તનમાન નિયમ પ્રમાણે નાયબ ચીટનીશે વર્ગ 2ની પરીક્ષા પાસ કર્યા બાદ પણ 56 માસ નોકરી કરવી ફરજીયાત છે. જેના કારણે ગમે તેટલો અનુભવ અને લાયકાત હોવા છતા 56 માસ સુધી લટકતા રાખવામાં આવે છે. ત્યારે 56 માસની જોગવાઇ દુર કરવામાં આવે. મહેસુલ વિભાગમાં કલાર્કમાંથી નાયબ મામલતદાર બનાવાય છે અને પંચાયતમાં કલાર્કમાંથી સિનીયર કલાર્ક બનાવવામાં આવતા હોવાથી સમકક્ષ લાયકાત છતા હોદ્દામાં અંતરનાં કારણે પગાર ધોરણમાં પણ અન્યાય થઇ રહ્યો છે.

ત્યારે તમામ મુદ્દે આગામી દિવસોમાં સરકારને લેખીતમાં રજુઆત લેખીત રજુઆત સાથે માંગણીઓ મુકવામાં આવશે. મહામંડળની વરણીમાં ઉપપ્રમુખ તરીકે અમદાવાદ જી.પં.નાં રાજુભાઇ ઉપાધ્યાય, મહામંત્રી તરીકે જામનગર જિ.પં.નાં રાજેશભાઇ ટીલાવત, કન્વીનર તરીકે સાં.કા.જિ.પં.ના અજયભાઇ સોની વરણી કરાઇ હતી.

ગુજરાત રાજ્ય પંચાયત સેવા કર્મચારી મંડળ ના હોદ્દેદારોની વરણી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...