તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકો 7મંુ પગાર પંચ મેળવવા આંદોલનના માર્ગે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધ્યમિકશાળાના શિક્ષકોને સાતમાં પગાર પંચનો લાભ નહિ મળતા પગાર પંચની માગ સાથે સત્યાગ્રહ છાવણીમાં ધરણા કર્યા હતા. બપોરે કલેક્ટરને આવેદન આપ્યા બાદ મૌન ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વિવિધ બેનરો બતાવી રોષ પ્રગટ કર્યો હતો. સરકારને જગાડવા માટે આગામી 17 જુલાઇએ તમામ માધ્યમિક શાળાના શિક્ષકો માસ સીએલ પણ જશે . જ્યારે 18થી 31મી સુધી અમદાવાદ સહિતના મોટા શહેરોમા જાહેર સભાઓ ગજવશે. 10 ઓગસ્ટના રોજ મહારેલી કાઢવામાં આવશે.

જિલ્લા શૈક્ષણિક સંઘના મહામંત્રી મફતભાઇ દેસાઇએ કહ્યુ કે રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોને સાતમાં પગાર પંચનો લાભ અપાયો છે અને તેનુ એરીયર્સ પણ મળી ગયુ છે. જ્યારે ગ્રાન્ટેડ શાળાના 90 હજાર શિક્ષકોને વંચિત રખાયા છે.

18મીથી જાહેર સભાઓ ,10 ઓગસ્ટે મહારેલી

અન્ય સમાચારો પણ છે...