તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ચોમાસામાં વધતા રખડતા પશુઓનાં ત્રાસને ધ્યાને રાખી 2 ટીમ બનાવાઈ

ચોમાસામાં વધતા રખડતા પશુઓનાં ત્રાસને ધ્યાને રાખી 2 ટીમ બનાવાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવા- જુના સેકટરો માટે અલગ ટીમની રચના

ગાંધીનગરશહેરમાં રખડતા પશુઓનો ત્રાસ બારમાસી છે. પરંતુ ચોમાસાનાં દિવસોમાં માર્ગોની આસપાસ તથા સેકટરોમાં ઉગી નિકળતા ઘાસનાં કારણે રખડતા પશુઓની સંખ્યા વધી જાય છે અને અકસ્માત તથા નાગરીકો પર હુમલાનાં બનાવો પણ વધી જાય છે. ત્યારે શહેરમાં હરીયાળી છવાતા કોર્પોરેશન દ્વારા પણ નવા તથા જુના સેકટરો માટે બે ટીમ બનાવીને કામે લગાડવામાં આવી છે. ત્યારે રખડતા પશુઓ પકડાવાની સંખ્યા પણ વધી જવાની શકયતા છે.

સેકટર 30માં રખડતા પશુઓને પુરવા માટે વ્યવસ્થા થયા બાદ ઢોર પકડ પાર્ટીને પણ કામે લગાડવામાં આવી છે અને સમગ્ર શહેરમાં ફરીને રખડતા પશુઓને પકડી રહી છે. પરંતુ ચોમાસાનાં દિવસોમાં સેકટરોનાં ખુલ્લા મેદાનો, વન વિસ્તાર, મુખ્ય માર્ગોનાં ડીવાઇડરો તથા સરકારી પરીસરોમાં ઉગતા ઘાસનાં કારણે વરસાદ બાદ રખડતા પશુઓની સંખ્યા પણ વધી જાય છે. જેની સાથે માર્ગ પર અકસ્માતનાં બનાવો તથા સેકટરોમાં નાગરીકોને અડફેટે લેવાનાં બનાવો પણ વધી જાય છે. ત્યારે સમસ્યાને અટકાવવા માટે ઢોર પકડ માટે બે અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. એક ટીમ નવા સેકટરોમાં તથા બીજી ટીમ જુના સેકટરોમાં તથા માર્ગો પર ફરીને રખડતા પશુઓને પાંજરે પુરશે.પશુઓને છોડવાની મનાઇ હોવા છતા પશુ પાલકો દ્વારા પશુઓેને રખડતા મુકી દેવાય છે. ઢોર પકડ પાર્ટી દ્વારા પકડવામાં આવે તો દંડ ભરીને છોડાવી ગયા બાદ ફરી તે હાલત થાય છે.

અન્ય સમાચારો પણ છે...