ગાંધીનગર | સેકટર8 સ્થિત આદર્શ નિવાસી શાળામાં ધોરણ 10 અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સેકટર8 સ્થિત આદર્શ નિવાસી શાળામાં ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો હતો. જેમાં નાયબ નિયામક બી પી સોહોન્તર, આચાર્ય એમ જે કટારા અને અધિકારી ડી કે ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. શાળા પરિવાર અને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. જુદી-જુદી રમત-ગમત અને સાંસ્કૃતિ કાર્યક્રમોમાં પ્રથમ,બીજા નંબરે આવેલા વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતાં.

આદર્શ નિવાસી શાળામાં છાત્રોનો શુભેચ્છા સમારોહ

અન્ય સમાચારો પણ છે...