• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સિવિલમાં પેસેન્જર બેસાડવા બાબતે બે રીક્ષા ચાલક બાખડ્યા

સિવિલમાં પેસેન્જર બેસાડવા બાબતે બે રીક્ષા ચાલક બાખડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિવિલમાંમોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર લેવા આવે છે. ત્યારે દર્દીઓને ચાલીને બસ સ્ટેન્ડ સુધી ના જવુ પડે અને રીક્ષા ચાલકોને પણ ઝડપથી પેસેન્જર મળી રહે માટે સિવિલમા રીક્ષાઓની લાંબી લાઇન લગાવે છે. ત્યારે ગુરૂવારે બપોરના સમયે રીક્ષા ચાલક પેસેન્જરની રાહ જોતા હતા. ત્યારે દર્દી રીક્ષામાં બેસવા જતા વહેલા અને પહેલાની બાબતમા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઝગડવા લાગ્યા હતા. સિક્યુરીટી ગાર્ડ મહેન્દ્રસિંહે વચ્ચે પડી દરમિયાનગીરી કરતા બંન્નેને ભગાડી મુક્યા હતા.

રીક્ષા ચાલકોની ઉગ્રતા જોવા સારવાર લેવા આવેલા લોકોના જોવા માટે ટોળા એકઠા થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...