• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ઘ 0 સર્કલે રીક્ષા અને કારનો અકસ્માત : રીક્ષામાંથી દારૂ મળ્યો

ઘ-0 સર્કલે રીક્ષા અને કારનો અકસ્માત : રીક્ષામાંથી દારૂ મળ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદવિસ્તારમાં દેશી દારૂની બનાવટ માટે જગ્યાનો અભાવ તથા પોલીસની સક્રિયતાનાં કારણે બુટલેગરોને આસપાસનાં જિલ્લામાંથી દારૂની આયાત કરવાની ફરજ પડી છે. ત્યારે સેકટર 7 પોલીસને ઘ-0 સર્કલેથી અકસ્માતગ્રસ્ત રીક્ષામાંથી 30 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. અમદાવાદનાં શખ્સો દારૂ મહેસાણાનાં કડીનાં ગ્રામ્ય વિસ્તારમાંથી લઇ જતા હોવાનું સામે આવ્યુ છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતોનુંસાર ગુરૂવારે સવારે 10.20 વાગ્યાનાં અરસામાં ઘ-0 સર્કલે કાર તથા રીક્ષા નં જીજે 1 બીએક્સ 8056 વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાતા બોલાચાલી થઇ હતી. જે અંગે પોલીસ સ્ટેશને મેસેજ મળતા પોલીસ દોડી ગઇ હતી. જો કે પોલીસ પહોચે ત્યાં સુધીમાં સમાધાન થઇ જતા કાર ચાલકે ફરીયાદ નોંધવાની ઇચ્છા દર્શાવી હતી. પરંતુ પોલીસને રીક્ષા તથા રીક્ષાવાળા બે શખ્સો શંકાસ્પદ લાગતા રીક્ષાની તલાસી લીધી હતી. જેમાં રૂ. 600ની કિંમતનો 30 લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે ચાંદલોડીયાનાં રહેવાસી રીક્ષા ચાલક જયેશ કમલેશ ઠાકોર તથા અમદાવાદનાં શાહપુરનાં રહેવાસી પરેશ આશારામ દંતાણીની ધરપકડ કરીને રીક્ષા તથા દારૂનો જથ્થો તપાસ અર્થે કબજે લીધો હતો. બંને શખ્સો સામે પ્રોહીબિશનનો ગુનો નોંધીને પુછપરછ કરતા કડીનાં કોઇ ગામડેથી દારૂ લાવ્યા હોવાનું સામે આવતા પોલીસે દિશામાં તપાસ હાથ ધરી છે. દારૂનો જથ્થો અમદાવાદ લઇ જવાતો હોવાનું સામે આવ્યુ છે.

અમદાવાદનાં શખ્સો કડીનાં ગામોમાંથી દેશી દારૂનો જથ્થો લઇને અમદાવાદ તરફ જતા હતા

અન્ય સમાચારો પણ છે...